ઘણા લાંબા સમય પછી મળી પ્રિયંકા ચોપડા તેના પતિ નિક જોનાસને, માતાની સામે જ કરી લીધી કિસ, જુઓ તસવીરો

10 વર્ષ નાના વિદેશી પતિને મમ્મી સામે જ કિસ કરવા લાગી પ્રિયંકા, PHOTOS જોઈને ફેન્સે કહ્યું શરમ કર

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા અને તેના વિદેશી પતિ નિક જોનસની ઘણી રોમાન્ટિક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. પરંતુ હાલમાં પ્રિયંકા તેના પતિથી લાંબા સમય સુધી દૂર રહ્યા બાદ મળી છે. જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

આ ઇન્ટરનેશનલ કપલને લંડનના એક રેસ્ટોરન્ટમાં પ્રિયંકાની માતા મધુ ચોપડા સાથે જોવામાં આવ્યા હતા, પ્રિયંકા ચોપડાની આ તસવીરોને પ્રિયંકાના ફેન પેજ ઉપર શેર કરવામાં આવી છે, જેમાં પ્રિયંકા અને નિક રોમાન્ટિક મૂડમાં જોવા મળી રહ્યા છે.

આ તસવીરોમાં પ્રિયંકા ચોપડા અને નિક જોનાસને એક સાથે જોઈ શકાય છે. બંને ખુબ જ ખુશ નજર આવી રહ્યા છે. અને એકબીજા ઉપરથી નજર પણ નથી હટાવી રહ્યા. એક તસ્વીરની અંદર નિક જોનાસે તેનો હાથ પ્રિયંકાના ખભા ઉપર રાખ્યો છે, તો પ્રિયંકા નીકની દાઢીમાં હાથ ફેરવતી જોવા મળી રહી છે.

હવે આ કપલ લામા સમય પછી મળ્યું છે તો બંને ખુશ હોવા એ સ્વાભાવિક વાત છે, પરંતુ પ્રિયંકા ચોપડા કંઈક વધારે જ ખુશ દેખાઈ રહી છે અને તે તેના પતિ નીકને વારંવાર કિસ કરતી પણ જોવા મળી રહી છે.

તો બીજી એક તસ્વીરની અંદર પ્રિયંકા તેના ફોનમાંથી નીકને કંઈક બતાવી રહી છે અને સાથે કંઈક સંભળાવતી પણ જોવા મળી રહી છે. આ બંનેની તસવીરો સાથે તેમનો એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં પ્રિયંકાની માતા મધુ ચોપડા પણ જોવા મળી રહી છે.

રેસ્ટોરન્ટમાં જમ્યા બાદ પ્રિયંકા અને નિક જોનાસ એક બીજાનો હાથ પકડી અને રસ્તામાં ચાલતા પણ નરજ આવ્યા હતા. તેમની પાછળ પ્રિયંકાની માતા મધુ ચોપડા પણ ચાલતા નજર આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nick&Priyanka Jonas FC (@nickyanka18)

Niraj Patel