10 વર્ષ નાના પતિ સાથે ઉપડી પ્રિયંકા મોજ કરવા, જુઓ PHOTOS
પ્રિયંકા ચોપરા અને નિક જોનસ આ દિવસોમાં લંડનમાં ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યા છે. પ્રિયંકા ચપરા અને નિક જોનસ ઘણી વખત સાથે નજર આવે છે. કારણ કે પોપ-સ્ટાર લંડનમાં અભિનેત્રીની સાથે છે. આ અઠવાડિયે નિક અને પ્રિયંકા ઘણી વખત સાથે રેસ્ટોરન્ટમાં જતા અને શહેરમાં ફરતા જોવા મળ્યા હતા. પ્રિયંકા ચોપરા રુસો બ્રધર્સની ફિલ્મ ‘સિટાડેલ’ની શૂટિંગ કરી રહી છે.
લંડનમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસ લંચ માટે અને ક્યારેક ડિનર માટે સાથે જતા જોવા મળ્યા હતા. બંને ક્યારેક પેપરજીના કેમેરામાં કેદ થયા અને ક્યારેક ચાહકોએ તેમને જોયા. એટલું જ નહીં આ બંને એક સાથે નોટિંગ હિલમાં પણ ફરતા જોવા મળ્યા હતા.
પ્રિયંકા ચોપડા અને નિક જોનસના ફેન પેજ પર જોડીની ઘણી તસવીરો અને સાથે સમય પસાર કરી રહ્યાની પોસ્ટ પણ છે. આમાંના એકમાં મિત્ર Cavanaugh James અને અભિનેત્રી પરિણીતી ચોપરા પણ આ બંને સાથે જોવા મળ્યા હતા. સાથે પ્રિયંકાની માતા મધુ ચોપરા પણ હતી.
પ્રિયંકા અને નિક ચેલ્સીની Scalini Restaurantમાં જોવા મળ્યા હતા. અહીં પ્રિયંકાએ બ્લેક એન્ડ વ્હાઇટ ઝેબ્રા પ્રિન્ટનો ડ્રેસ પહેર્યો હતો જ્યારે નિકે ફ્લોરલ શર્ટ અને સફેદ પેન્ટ પહેરેલુ જોવા મળ્યું હતું. કાળું માસ્ક પહેરીને બંને રેસ્ટોરન્ટમાં જતા જોવા મળ્યા હતા.
તેમજ કેટલાક દિવસ પહેલા બંને Crown London Aspinalls Casinoમાં જતા અને ત્યાંથી પાછા આવતા જોવા મળ્યા હતા. બંને સવારે 4 વાગ્યા સુધી Casinoમાં હતા. તે પહેલા બંને મેફેરમાં Amazonico રેસ્ટોરન્ટમાં જોવા મળ્યા હતા. ડિનર અને લંચ ડેટ પર જવાની સાથે સાથે નિક અને પ્રિયંકા લંડનના રસ્તા પર પણ ફરી રહ્યા હતા. બંનેને એક ચાહકે સ્પોટ કર્યા હતા અને તેમની તસવીર પણ લીધી હતી. આ તસવીરમાં ચાહકની ખુશી સ્પષ્ટ જોઈ શકાય છે ત્યારે નિક-પ્રિયંકા ત્યાં પોઝ આપતા જોવા મળે છે.
પ્રિયંકા ચોપરા લાંબા સમયથી લંડનમાં છે. તે પોતાની ફિલ્મો અને વેબ સિરીઝના શૂટિંગમાં વ્યસ્ત છે. તે તેની સિરીઝ ‘સિટાડેલ’નું શૂટિંગ કરી રહી છે. થોડા સમય પહેલા પ્રિયંકાએ નિક જોનસ સાથે ફરી વખત સ્પોટ થઇ હતી જેની તસવીરો અભિનેત્રીએ શેર કરી હતી.
પતિ નિક લંડનમાં આવ્યા ત્યારથી પ્રિયંકા તેની સાથે સમય પસાર કરી રહી છે. જણાવી દઈએ કે નિક જોનસ અમેરિકામાં પણ તેની ફિલ્મનું શૂટિંગ કરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ તેના ભાઈઓ જો અને કેવિન સાથે કોન્સર્ટ ટૂર પર જવાના છે. તેવામાં નિક પ્રિયંકા સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરી રહ્યો છે.