‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીનો લોકપ્રિય કોમેડી શો છે.આ શો છેલ્લા 14 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. શોના દરેક કલાકારે પોતાના કામથી લોકોના દિલમાં એક ખાસ જગ્યા બનાવી છે, જેમાં જેઠાલાલ, દયાબેનથી માંડી ટપુ સેના અને રીટા રિપોર્ટરનો સમાવેશ થાય છે. શોમાં રીટા રિપોર્ટરનો રોલ પ્લે કરી રહેલી અભિનેત્રી પ્રિયા આહુજાને પણ દર્શકો દ્વારા પસંદ કરવામાં આવે છે. પ્રિયા આહુજાએ માલવ રાજદા સાથે લગ્ન કર્યા છે.
પ્રિયા અને માલવ રાજદાએ લગ્નની 10મી વર્ષગાંઠ પણ બીજીવાર લગ્ન કર્યા હતા. આ લગ્નમાં પ્રિયાના 2 વર્ષના પુત્રએ પણ હાજરી આપી હતી. શોના સેટ પર પ્રિયા અને માલવની એકબીજા સાથે મિત્રતા થઈ હતી અને પછી પ્રેમ થયો હતો, જે પછી તેઓએ 19 નવેમ્બર 2011ના રોજ લગ્ન કરી લીધા હતા. લગ્નના 8 વર્ષ પછી પ્રિયા 27 નવેમ્બર 2019 ના રોજ એક પુત્રની માતા બની હતી. માલવ રાજદા એક ગુજરાતી દિગ્દર્શક છે
અને તેઓ મુખ્ય નિર્દેશક તરીકે તારક મહેતા ઉલ્ટા ચશ્મા સાથે સંકળાયેલા છે.પ્રિયા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે અવાર નવાર ચાહકો સાથે તેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે.તેણે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે તેના પતિ માલવ રાજદા સાથે રોમેન્ટિક ડાન્સ કરતી જોવા મળી હતી. ડાન્સ કરતી વખતે તે અચાનક માલવને લિપ કિસ કરતી પણ જોવા મળી હતી.
આ વીડિયોની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતુ- ‘માલવ રાજદા તમારી સાથે હંમેશા’.આ વિડિયો પર તેના એક પ્રશંસકે કોમેન્ટમાં લખ્યું છે ‘ખૂબ જ ક્યૂટ કપલ’ તો કોઈએ લખ્યું છે ‘બ્યુટીફુલ મેમ’. સાથે જ તેના આ વીડિયો પર લાખો લાઈક્સ પણ આવી ચૂકી છે.આ પહેલા પ્રિયા આહુજાએ એક ફોટોશૂટ કરાવ્યું હતું, જેની તસવીરો તેણે સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તેના ફોટોશૂટના પણ ખૂબ વખાણ થયા હતા.
View this post on Instagram