પ્રાઇમરી સ્કૂલના ટીચરે ઘોડા સાથે કરી એવી ગંદી હરકત કે વીડિયો જોઇને તમારુ લોહી ઉકળી જશે

મહિલા ટીચરે ઘોડા સાથે કરી એવી હરકત, સ્કૂલે નોકરી હાંકી કાઢી- જુઓ

સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જેના પર કોઇ વીડિયો વાયરલ થતા સમય નથી લાગતો. સોશિય મીડિયા પર અવાર  પ્રાથમિક શાળાના શિક્ષકનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો હતો, જે બાદ તેને શાળામાંથી કાઢી મૂકવામાં આવી હતી. વીડિયોમાં તે ઘોડાને લાત મારતી જોવા મળી રહી છે. સારા મોલ્ડ્સ નામની આ મહિલાને પ્રાણીઓની ક્રૂરતા માટે ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. ‘ડેલી મેલ’ના રીપોર્ટ અનુસાર, બે બાળકોની માતા સારા લિસેસ્ટરશાયરના મેલ્ટન મોબ્રેમાં રહે છે. ઘોડાને લાત મારતો તેનો આ વીડિયો વાયરલ થયા બાદ સ્કૂલ પ્રશાસને તેને 6 અઠવાડિયા પછી સ્કૂલમાંથી કાઢી મૂકી હતી. એજ્યુકેશન ટ્રસ્ટના ચીફ ઓપરેટિંગ ઓફિસરે જણાવ્યું હતું કે, “સારાના આ વર્તનને જોતા અમે તેને તેની શાળાની નોકરીમાંથી કાઢી મુકી છે.”

બ્રિટનના લિસેસ્ટરશાયરમાં 37 વર્ષિય સારા મોબ્રેની પ્રાથમિક શાળામાં સીનિયર લીડર અને ત્રીજા ધોરણની શિક્ષક હતી. સારા આ વર્ષની શરૂઆતમાં એક ઈવેન્ટમાં ગઈ હતી. ત્યાં તેણે ઘોડા સાથે મારપીટ કરી અને લાત પણ મારી. તેનું આ કૃત્ય એક કાર્યકર્તાએ તેના કેમેરામાં રેકોર્ડ કર્યું હતું. અને અહીંથી તે વીડિયો વાયરલ થયો હતો. ત્યાં, વિશ્વના સૌથી મોટા અશ્વારોહણ યુવા સંગઠન પોની ક્લબે પણ આ હરકતની નિંદા કરી હતી. તમને જણાવી દઈએ કે આ ક્લબમાં 30,000થી વધુ સભ્યો છે. સારાનો આ વીડિયો વાયરલ થયા બાદ તેને અનેક ધમકીભર્યા મેસેજ મળવા લાગ્યા હતા. ઘણા લોકો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવા લાગ્યા. આ પછી, ડરના કારણે સારાએ પોતાનું ઘર છોડી દીધું અને કોઈ અજાણી જગ્યાએ શિફ્ટ થઈ ગઈ.

સારાના પડોશીઓએ જણાવ્યું કે તેમને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. તેને ડર હતો કે કોઈ તેને મારી નાખશે. અથવા તેના બાળકોને નુકસાન પહોંચાડે છે. જેથી તે અજાણી જગ્યાએ શિફ્ટ થઈ ગઈ હતી. સારાના એક અંકલે કહ્યું કે સારા ખરેખર આવી નથી. તે ખૂબ જ ઉમદા મહિલા છે અને તે ઘોડાને પણ ખૂબ પ્રેમ કરે છે. તેમણે કહ્યું કે, અમે તે વીડિયો પણ જોયો હતો. પરંતુ શું તમે જાણો છો કે તે સમયે ઘોડો બેકાબૂ થઈ ગયો હતો, જેના કારણે સારાએ તેને માર્યો હતો. કદાચ સારા તેને કંટ્રોલ કરવા માટે આવું કરી રહી હતી.

Shah Jina