અમેરિકામાં થઇ વધુ એક ગુજરાતીની હત્યા : આણંદના પટેલની હત્યાના CCTV વીડિયો આવ્યા સામે

મહાસત્તા અમેરિકામાં પટેલને ગોળીએથી ધરબી દીધો, પ્રેયસ પટેલની હત્યાની તસવીરો જોઈને તમે ચોંકી ઉઠશો

છેલ્લા કેટલાક સમયથી વિદેશોમાંથી ગુજરાતી કે ભારતીયની હત્યાના અનેક કિસ્સાઓ સામે આવતા રહે છે. ત્યારે હાલમાં વધુ એક કિસ્સો સામે આવ્યો, જેમાં ગુજરાતના આણંદના યુવકની હત્યા નિપજાવવામાં આવી છે. દીકરાના મોતથી વતનમાં રહેતા પરિવારજનોમાં હડકંપ મચી ગયો છે. હાલ તો મૃતક યુવકના પરિવારજનો અમેરિકા જવા રવાના થયા છે.ગુજરાતના આણંદના સોજીત્રાના પ્રેયસ પટેલની લૂંટના ઇરાદે હત્યા થઇ છે.

પ્રેયસ સિવાય પણ બીજા એક વ્યક્તિનુ આ ઘટનામાં મોત થયુ છે. 7-ઈલેવનના માલિક અને એક સ્ટોર કર્મચારીનું ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વિનિયન્સ સ્ટોરમાં ગોળીબારમાં મોત થયું હતું. બુધવારના રોજ રાત્રે જ્યારે દુકાનમાં મૃતક કામ કરી રહ્યા હતા ત્યારે લૂંટ થઇ હતી અને એક ગ્રાહક કિલન ક્રીક પાર્કવેના 1400 બ્લોકમાં 11:46 વાગ્યા આસપાસ 7-Elevenમાં ગયો ત્યારે તેને લાગ્યું કે કંઈક ખોટું છે અને તેણે 911 પર ફોન કર્યો.અમેરીકાના ન્યૂપોર્ટ ન્યૂઝ કન્વીનિયન્સ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા.

આ દરમિયાન ગેસ સ્ટેશન પર લૂંટના ઇરાદે આવેલ શખ્સોએ ગોળીઓ વરસાવી હતી. ઘટનાની જાણ થતા જ પોલિસ પણ આવી પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલિસ જ્યારે આવી તે દરમિયાન સ્ટોરની અંદર બે માણસો બંદૂકની ગોળીથી પીડાતા જોવા મળ્યા હતા. જો કે તેમનું સારવાર મળે તે પહેલા જ મોત થયુ હતુ. વધુ એક ગુજરાતીની અમેરિકામાં ગેસ સ્ટેશન પર પોઇન્ટ બ્લૅકથી ગોળી મારી હત્યા કરાતા ખળભળાટ મચી ગયો છે.

ગુરુવારે સવારે સ્ટોરની મુલાકાત લેનાર 7-ઈલેવનના કાર્યકર્તાએ મૃતકને ઓળખ્યા હતા. પોલીસ અધિકારીઓ અનુસાર, આ સ્ટોરમાં લૂંટના ઇરાદે બે લોકોની હત્યા થઇ છે. સ્ટોરનો સર્વેલન્સ કેમેરો ચાલુ હતો અને આ ઘટનામાં તેમાં કેદ થઇ જવા પામી હતી, જે તપાસમાં મહત્વનું કામ કરી રહ્યો છે. જો કે પોલીસ અધિકારીઓએ ફૂટેજમાં શું કેપ્ચર થયું તે કહેવાનો ઇનકાર કર્યો હતો.

પોલિસનું કહેવું છે કે જો અમે શૂટરને ઓળખીએ, તો અમારી પાસે પહેલાથી જ ફાઇલ પર વોરંટ હશે. હાલ પોલિસ સ્ટોરના કેમેરા સિવાય, નજીકના પણ CCTVના ફૂટેજ પણ એકત્ર કરી રહી છે અને લોકોની પૂછપરછ પણ કરી રહી છે, કે જેનાથી કોઇ લીડ્સ મળે. દુકાનમાં એક વ્યક્તિ આવે છે અને તે જ બહાર આવે છે. આ માટે આસપાસના સીસીટીવી ફૂટેજ ચકાસવામાં આવી રહ્યા છે.

કોઈ અજાણ્યા શખ્શ દ્વારા 7 ઇલેવન નામની દુકાનમાં ગોળીઓ વરસાવવામાં આવી હતી, આ ફેયરવે પ્લાઝા શોપિંગ સેન્ટર પાસે છે, આ ઘટનામાં પોલીસે ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી છે.આ ઘટનામાં એક ભારતીય અને અન્ય અમેરિકન નાગરિક બંનેનાં મૃત્યુ થયાં હતાં.

Shah Jina