કમાભાઈના મનડાં પણ મોહી લીધા, જ્યારે ઉમેશ બારોટે લલકાર્યું તેમનું લોકપ્રિય ગીત, વરરાજાની જેમ સાફો પહેરીને ગરબે ઘૂમતો જોવા મળ્યો કમો, જુઓ વીડિયો

ગુજરાતીઓને આજે કમાની ઓળખાણની જરૂર નથી. માત્ર ટૂંક સમયમાં જ કમો આખા ગુજરાતમાં લોકપ્રિય બની ગયો છે. તેને જોવા માટે ચાહકો પણ આતુર રહે છે, સોશિયલ મીડિયામાં પણ કમાને લોકોનો ખુબ જ પ્રેમ મળી રહ્યો છે, ડાયરા હોય કે કોઈ  અન્ય કાર્યક્રમ કમાને પ્રોગ્રામમાં લાવવા માટે આયોજકો દરેક પ્રકારના પ્રયત્નો કરતા હોય છે.

ત્યારે હવે ટૂંક સમયમાં નવરાત્રી પણ આવી રહી છે અને આ નવરાત્રીમાં પણ કમો ઠેર ઠેર ધૂમ મચાવતો જોવા મળશે. પરંતુ નવરાત્રી પહેલા જ સુરતમાં હેપ્પી ઇવેન્ટ એન્ડ એન્ટરટેટમેન્ટ દ્વારા પ્રિ-નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પણ કમાભાઈની એન્ટ્રીએ લોકોના મનડાં મોહી લીધા હતા. આ ઇવેન્ટમાં કમાભાઈની જ બોલબાલા જોવા મળી હતી.

હેપ્પી ઇવેન્ટ દ્વારા યોજવામાં આવેલી આ નવરાત્રીમાં લોકપ્રિય ગાયક ઉમેશ બારોટ અને અલવીરા મીર ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ ચીફ ગેસ્ટ તરીકે કમાભાઈ આવી પહોંચ્યા હતા. જ્યાં તેમને અલવીરા મીર અને ઉમેશ બારોટના તાલ ઉપર ઝૂમીને ધૂમ મચાવી હતી અને કાર્યક્રમમાં ઉપસ્થિત લોકો પણ કમાભાઈને જોઈને ખુશ ખુશાલ થયા હતા.

આ કાર્યક્રમમાં કમાભાઈનો એક અનોખો અંદાજ જોવા મળ્યો હતો. કમાએ આ પ્રસંગે વરરાજાની જેમાં તૈયાર થઈને એન્ટ્રી પાડી હતી. તેના માથે સાફો પણ પહેર્યો હતો અને ગુજરાતી ગીતો ઉપર કમો પણ ઝૂમવા લાગ્યો હતો. આ દરમિયાન કમાએ ગુજ્જુરોક્સ ટીમ સાથે પણ ખાસ વાત કરી હતી.

કમાભાઈએ ગુજ્જુરોકસ સાથે વાત કરતા જણાવ્યું હતું કે સુરતમાં આવીને અમને ખુબ જ મજા આવી. આ ઉપરાંત તે એમ પણ કહી રહ્યા છે કે તેમને ગરબા રમવાની પણ ખુબ જ મજા આવી. ત્યારે કમાભાઈની સુરતમાં હાજરીના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં સુરતવાસીઓ હાજર રહ્યા હતા.

ત્યારે આ ઇવેન્ટમાં ઉમેશ બારોટે પણ પોતાના સુર રેલાવ્યા હતા. તેમની સાથે પણ ગુજ્જુરોક્સ ટીમે ખાસ વાત કરી હતી. ઉમેશ બારોટે જણાવ્યું હતું કે, “છેલ્લા 12 વર્ષથી તે આઉટ ઓફ ગુજરાત એટલે કે મુંબઈમાં નવરાત્રી કરું છું એટલે છેલ્લા 12 વર્ષથી મેં ગુજરાતની નવરાત્રી જોઈ નથી. પરંતુ પોતાની એવી દિલથી ઈચ્છા હતી કે હું ગુજરાતમાં નવરાત્રી કરું. એમાં પણ મારી વધારે ઈચ્છા સુરતની હતી અને આજે મારી એ અંતરની ઈચ્છા પૂર્ણ થઇ છે.

તો અલવીરા મીર સાથે પણ ગુજ્જુરોક્સની ટીમ દ્વારા ખાસ વાત કરવામાં આવી હતી. તેમને પણ આ પ્રિ નવરાત્રી માટે જણાવ્યું કે “બહુ જ મજા આવી, ખુબ જ જોશ હતો લોકોનો, એમને જોઈને અમને પણ ડબલ જોશ આવી ગયો હતો. ગાવાની, રમવાની તેમના સાથે ઝુમવાની, માતાજીની આરાધના કરવાની ખુબ જ મજા આવી. જેના બાદ તેમને તેમના ચાહકોને તેમનું લોકપ્રિય ગીત “હે મોગલ હુકમની હકાદાર” પણ રજૂ કર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

ઉમેશ બારોટનું એક ગીત છેલ્લા થોડા સમયથી ગુજરાતની અંદર ધૂમ મચાવી રહ્યું છે. “સૈયર મોરી રે” ફિલ્મના “મનડાં લીધા મોહી…” ગીત આ વર્ષે ગરબા રસિકોમાં પણ ધૂમ મચાવશે, ત્યારે સુરતમાં પ્રિ-નવરાત્રી સેલિબ્રેશનમાં પણ ઉમેશ બારોટે એ ગીત લલકાર્યું હતું, જેના કારણે માહોલ ખુબ જ રંગીન બની ગયો હતો અને સુરત વાસીઓ પણ ઝૂમી ઉઠ્યા હતા.

Niraj Patel