ધોળા દિવસે છોકરાએ છોકરી સાથે કરી નાખી એવી હરકત કે વીડિયો જોઈને લોકોએ કહ્યું… આને લાજ શરમ છે કે નહિ, જુઓ તમે પણ

સોશિયલ મીડિયામાં રોજ અલગ અલગ વિષયોને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણીવાર ઘણા વીડિયોમાં કેટલાક લોકો એવી હરકતો પણ કરતા હોય છે જેને જોઈને આપણને પણ ગુસ્સો આવી જાય તો ઘણા લોકો સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે કોઈપણ હદ સુધી પણ જતા હોય છે. ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

વીડિયોમાં એક છોકરો એસ્કેલેટર પરથી નીચે જતો અને એક છોકરી બીજી તરફ એસ્કેલેટર ઉપર જતી જોઈ શકાય છે. છોકરી તેનો ફોન વાપરવામાં વ્યસ્ત છે અને છોકરો છોકરી તરફ જોઈ રહ્યો છે. બંને બાજુમાં આવતાની સાથે જ છોકરો છોકરીને કિસ કરે છે. છોકરી અચાનક સમજી શકતી નથી કે તેની સાથે શું થયું અને તેને પકડવા માટે એસ્કેલેટર બદલીને દોડવા લાગે છે. આમાં છોકરો એસ્કેલેટર પણ બદલી નાખે છે.

હવે જ્યારે છોકરો એસ્કેલેટર પરથી ઉપર આવી રહ્યો છે અને છોકરી એસ્કેલેટર પરથી નીચે આવી રહી છે ત્યારે છોકરો તેના હાથમાંથી તેનો ફોન છીનવી લે છે. આના પર છોકરી માત્ર માથું ખંજવાળતી રહે છે. તમને જણાવી દઈએ કે આ વીડિયોમાં દેખીતી રીતે છોકરો અને છોકરી પ્રૅન્કનું નાટક કરી રહ્યાં છે. વાસ્તવમાં આવું કંઈ થઈ રહ્યું નથી. આ વીડિયો જોઈને કેટલાક લોકો હસી પડ્યા તો કેટલાક લોકો ગુસ્સામાં આવી ગયા.

આ વાયરલ વીડિયો અંગે ઘણા લોકો માને છે કે આ વીડિયો અન્ય લોકોને પણ કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે આવું કરવા પ્રેરિત કરી શકે છે. આ જ કારણ છે કે કેટલાક લોકોને આ પ્રૅન્ક પસંદ નથી આવી અને આ વીડિયો સ્ક્રિપ્ટેડ/પ્રેન્ક છે એવું લાગી રહયું છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લાખો લોકો જોઈ રહ્યા છે.

Niraj Patel