ખબર

અમિત શાહ પછી હજુ એક દિગ્ગજને થયો કોરોના વાયરસ, જાણો વિગત

કોરોનાનો કહેર દિવસે-દિવસ વધી રહ્યો છે. કોરોનાની ઝપેટે સામાન્ય નાગરિકથી લાઈન રાજકીય નેતાઓ અને બોલિવુસણા સેલિબ્રિટી ચડવા લાગ્યા છે. આ વચ્ચે ભારતના પૂર્વ રાષ્ટ્રપતિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Image source

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી પણ કોરોના સંક્રમિત થયા છે. સોમવારે બપોરે પ્રણવ મુખર્જીએ ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તેઓએ ટ્વીટમાં લખ્યું હતું કે, છેલ્લા 1 અઠવાડિયામાં મારા સંપર્કમાં જે લોકો આવ્યા છે તે લોકો તેનો ટેસ્ટ કરાવી લે અને સેલ્ફ આઇસોલેશનમાં રહે.

જણાવી દઈએ કે,પ્રણવ મુખર્જીની ઉંમર 84 વર્ષની હોય હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કોંગ્રેસ નેતા રહી ચૂકેલા પ્રણવ મુખર્જી 2012થી 2017ની વચ્ચે દેશના રાષ્ટ્રપતિ રહ્યાં છે. વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પ્રણવ મુખર્જીને ભારત રત્નથી સન્માનિત કર્યા હતા.

Image source

જણાવી દઈએ કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો પણ થોડા દિવસો અગાઉ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સિવાય ઘણી રાજ્ય સરકારોના મંત્રીઓ પણ આ વાઈરસથી સંક્રમિત છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.