ખબર મનોરંજન

“ભગવાધારી લોકો બળાત્કારીઓને માળા પહેરાવે છે…”, સિંઘમના જયકાંત શિખરે શું શું બોલી ગયા જુઓ

“પઠાણ” ફિલ્મને લઈને વિવાદ સતત વધી રહ્યો છે, આ ફિલ્મનું એક ગીત “બેશર્મ રંગ” રિલીઝ થયું અને આ ગીતે બળતામાં ઘી નાખવાનું કામ કર્યું. કારણ કે આ ગીતના એક સીનમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકી પહેરીને શાહરુખ સાથે ડાન્સ કરતી જોવા મળે છે. જેના બાદ મામલો ગરમાયો અને ઘણા લોકો તેના વિરોધમાં આવી ગયા. આ સાથે જ ફિલ્મને બોયકોટ કરવાની પણ માંગ કરવા લાગ્યા.

ત્યારે બોલીવુડના ઘણા કલાકારો પણ હવે “પઠાણ”ના સપોર્ટમાં આવવા લાગ્યા છે. બીજેપી નેતા નરોત્તમ મિશ્રાએ દીપિકાના કપડા પર સવાલ ઉઠાવ્યા હતો અને પઠાણનું રિલીઝિંગ અટકાવવા ચેતવણી આપી હતી. આ સમગ્ર વિવાદ પર ફિલ્મ સિંઘમ જયકાંત શિખરેનું પાત્ર નિભાવનારા અભિનેતા પ્રકાશ રાજે પ્રતિક્રિયા આપી છે. પ્રકાશ રાજે દીપિકાનું સમર્થન કરતા સોશિયલ મીડિયામાં એક ટ્વિટ કરી બેશરમ ગીતમાં દીપિકાની બિકી પર સવાલ ઉઠાવનારાઓને તેણે ટોણો માર્યો છે.

પ્રકાશ રાજે ટ્વીટમાં લખ્યું “ઘૃણાજનક. ક્યાં સુધી આપણે આ બધું સહન કરવું પડશે… રંગ અંધ. #AndhBhakts.. #justasking.” અન્ય ટ્વિટમાં, પ્રકાશ રાજે લખ્યું “બેશરમ… તો ઠીક છે જ્યારે ભગવા કપડામાં સજ્જ વ્યક્તિ બળાત્કારીને હાર પહેરાવે છે… નફરતભર્યું ભાષણ આપે છે, દલાલ ધારાસભ્ય, ભગવા કપડાં પહેરેલા સ્વામીજી બાળકો પર બળાત્કાર કરે છે. પણ આ કોઈ ફિલ્મનો ડ્રેસ ન હોઈ શકે?… ઇન્દોરમાં દેખાવકારો શાહરૂખ ખાનના પૂતળા બાળી રહ્યા છે. તેમની માંગ છે ‘પઠાણ’ પર બેન.”

ત્યારે હવે પ્રકાશ રાજની આ ટ્વિટ બાદ સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમની આ વાતોનું સમર્થન કર્યું છે. તેમના મતે અભિનેતાએ સાચી વાત કહી છે. બીજી બાજુ કેટલાક લોકો જેઓ હેટર્સ છે, તેઓ ખૂબ જ ઇમાનદારીથી પોતાનું કામ કરતા જોવા મળ્યા હતા. પઠાણ અને દીપિકાને ટ્રોલ કરનારાઓએ પ્રકાશ રાજને ખરી ખોટી સંભળાવવામાં કોઈ કસર છોડી નથી. અત્યાર સુધી દીપિકાની ‘ભગવા બિકીની’ પર મેકર્સ અને સ્ટાર્સ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. ઘણા સેલેબ્સે દીપિકાનું સમર્થન કર્યું છે અને ફિલ્મ સામેના વિરોધને ખોટો ગણાવ્યો છે.