‘આદિપુરુષ’ની આલોચના કરવી શખ્સને પડી ભારે, પ્રભાસના ચાહકોએ કરી દીધી ખૂબ પિટાઇ- વીડિયો વાયરલ
લાંબી રાહ બાદ આખરે પ્રભાસ-ક્રિતી સેનન સ્ટારર ફિલ્મ ‘આદિપુરુષ’ શુક્રવારે સિનેમાઘરોમાં રિલીઝ થઈ. પ્રભાસ અને ક્રિતીનૂ ફિલ્મને એક તરફ ઘણો પ્રેમ મળી રહ્યો છે તો બીજી તરફ ફિલ્મની ઘણી ટીકા પણ થઈ રહી છે. જો કે, પ્રભાસની ફેન ફોલોઈંગ એટલી મજબૂત છે કે તે તેમના સ્ટાર વિશે કંઈપણ ખરાબ સાંભળી શકતા નથી. તાજેતરમાં, જ્યારે એક વ્યક્તિએ ‘આદિપુરુષ’ની બુરાઇ કરી તો અભિનેતાના ફેન્સે તે વ્યક્તિને જોરદાર માર માર્યો.
એક વીડિયો સોશયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં એક વ્યક્તિ ફિલ્મ વિશે વાત કરતો જોવા મળે છે અને પછી કેટલાક લોકો તેની પિટાઇ કરે છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ ‘આદિપુરુષ’ વિશે પોતાનો રિવ્યુ આપે છે, ત્યારે જ ઘણા લોકો તેના પર ગુસ્સે થઈ જાય છે અને તેને મારવા લાગે છે. ક્લિપ શેર કરતા એવું કહેવાઇ રહ્યુ છે કે, “પ્રભાસના ચાહકો એક માણસને માર મારી રહ્યા છે કારણ કે તેણે આદિપુરુષ વિશે નકારાત્મક ટિપ્પણી કરી હતી.”
ઈન્ડિયન એક્સપ્રેસ અનુસાર, વ્યક્તિએ ‘આદિપુરુષ’ના VFXને નકામું ગણાવ્યું અને પ્રભાસના પરફોર્મન્સ પર પ્રતિક્રિયા પણ આપી. તે વ્યક્તિએ કહ્યું- “તે ગેટઅપ તેના પર શુટ નથી કરતો.બાહુબલીમાં તે રાજા જેવો દેખાતો હતો. તેનામાં રોયલ્ટી જોઈને તેઓએ તેને આ રોલ માટે લીધો. જો કે, કેટલાક લોકો આ વ્યક્તિ પર ગુસ્સે થઈ ગયા અને તેને માર મારવા લાગ્યા. ઘણા યુઝર્સ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
એક યુઝરે લખ્યું, “હમણાં જ વિડીયો જોયો. તેણે બાહુબલી માટે પ્રભાસની પ્રશંસા કરી પરંતુ આદિપુરુષ માટે ટીકા કરી. પાગલ ચાહકોની સામે ક્યારેય સત્ય ન બોલો. એક બીજા યુઝરે લખ્યુ- આટલું પણ સાચુ નહોતુ બોલવાનું. અન્ય એક યુઝરે કહ્યું- “આમાં નવું શું છે? ભારતીયો વાસ્તવિકતા અને કાલ્પનિક વચ્ચેનો તફાવત નથી જાણતા.” જણાવી દઈએ કે ફિલ્મે પહેલા દિવસે જ શાનદાર કલેક્શન કર્યું છે. સેક્નિલ્કના રિપોર્ટ અનુસાર, આદિપુરુષે 86 કરોડથી 90 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મની હિન્દી ભાષામાં કમાણી વિશે વાત કરીએ તો, ફિલ્મે હિન્દીમાં 35 કરોડથી 40 કરોડની કમાણી કરી છે. તેલુગુ ભાષામાં ફિલ્મે 50 કરોડ સુધીની કમાણી કરી છે. મલયાલમમાં આ ફિલ્મે 4 કરોડ રૂપિયાની કમાણી કરી છે અને તમિલમાં આ ફિલ્મે 8 કરોડનો બિઝનેસ કર્યો છે. ત્યાં ફિલ્મે વિશ્વભરમાં 140 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
“నన్ను కొట్టినోళ్ల మీద నాకు కోపం రావట్లేదు జాలి వేస్తుంది..
ఈ విషయం తెలిసి ప్రభాస్ అన్న నన్ను పిలిచి Food పెడితే Happy Feel అవుతాను But I’m Vegetarian” – Guy who was beaten up by #Prabhas Fans this morning at Prasads#Adipurush pic.twitter.com/CXbw3LEXPz
— Daily Culture (@DailyCultureYT) June 16, 2023