કુમકુમ ભાગ્ય ફેમ પુજા બેનર્જીએ શેર કરી દીકરીની પહેલી તસવીર, લખ્યો દિલને સ્પર્શ થઇ જનારો મેસેજ

પુજા બનર્જીએ દેખાડ્યો નાની રાજકુમારીનો ચેહરો, ફૂલોથી શણગારેલા બાસ્કેટલમાં સુતેલી જોવા મળી 16 દિવસની સના

ટીવી ઇન્ડસ્ટ્રીનો લોકપ્રિય શો કુમકુમ ભાગ્યની અભિનેત્રી પૂજા બેનર્જી અમુક દિવસો પહેલા જ પહેલી વાર માતા બની છે. પૂજાએ ગત 12 માર્ચના રોજ ક્યૂટ દીકરીને જન્મ આપ્યો હતો. માં બન્યા પછી પૂજા અને તેના પતિ સંદીપ સેજવાલની ખુશીનો તો પાર જ ન હતો. માતા બન્યા પછી પૂજા સોશિયલ મીડિયા પર વધુ સક્રિય બની ગઈ છે.હાલના સમયમાં પૂજા પોતાના કામથી દૂર પરિવાર અને દીકરીની સંભાળ લેવામાં વ્યસ્ત થઇ ગઈ છે. જો કે તે સોશિયલ મીડિયા દ્વારા ચાહકોને પોતાની અપડેટ્સ આપતી રહે છે.

માં બન્યા પછી ચાહકો પૂજાની દીકરીની ઝલક મેળવવા માટે ખુબ આતુર રહ્યા હતા એવામાં અમુક સમય પહેલા પૂજાએ દીકરીની તસ્વીર પણ શેર કરી હતી.  જો કે તેમાં દીકરીનો ચહેરો દેખાતો ન હતો પણ નાની પરીએ પિતાનો હાથ પકડી રાખ્યો હતો. આ ક્યૂટ બોન્ડિંગ ચાહકોને ખુબ પસંદ આવી હતી. એવામાં ચાહકોની આતુરતાને વિરામ આપતા પૂજાએ 16 દિવસ પછી દીકરીનો ચેહરો દુનિયાને બતાવ્યો છે. પૂજાએ દીકરીની ક્યૂટ તસ્વીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને સુંદર પોસ્ટ પણ લખી છે અને સાથે જ દીકરીના નામનો પણ ખુલાસો કર્યો છે.

પૂજાએ શેર કરેલી તસ્વીરમાં તેની દીકરી ફૂલોથી સજેલા બાસ્કેટમાં સુતેલી દેખાઈ રહી છે અને તેને પિંક કલરના કપડા પહેરેલા છે અને આજુ બાજુની વસ્તુઓ પણ પિંક કલરની છે. પૂજાની દીકરી એકદમ સુકુનથી સુતેલી દેખાઈ રહી છે અને તેના ચેહરા પર હળવી સ્માઈલ પણ દેખાઈ રહી છે. તસવીર શેર કરીને પૂજાએ લખ્યું કે,” સના એસ સેજવાલને હેલો કહો.12 માર્ચે અમારા ઘરે જન્મેલી નાની રાજકુમારી. તારા નાના પગલાએ અમારા મન અને ઘરને પ્રેમથી ભરી દીધું છે. મમ્મી પપ્પા તરફથી અઢળક પ્રેમ. સંદીપ સેજવાલ અને @falgunikharwaphotography  ને ખુબ ખુબ આભાર જેણે મારી સનાની આવી સુંદર તસ્વીર કૈપ્ચર કરી છે”.

ચાહકો ક્યૂટ સના પર ખુબ પ્રેમ વરસાવી રહ્યા છે અને સનાની ક્યૂટ તસવીર ખુબ પસંદ કરી રહ્યા છે. એક ચાહકે લખ્યું કે તમને બંનેને ખુબ ખુબ શુભકામનાઓ, દીકરી ખુબ જ ક્યૂટ છે. અન્ય એક ચાહકે લખ્યું કે,’તે ખુબ જ ક્યૂટ છે. આ સિવાય ચાહકોએ બ્યુટિફુલ જેવી કમેન્ટ્સ પણ કરી છે.

Krishna Patel