‘જીને કે બહાને લાખો હે’ મહાકાલ મંદિરમાં મહિલા સુરક્ષાકર્મીઓએ કર્યો ડાન્સ, વીડિયો વાયરલ થતા થઇ એવી હાલત કે…

મહાકાલ મંદિરમાં મહિલા સુરક્ષાકર્મીઓનો ફિલ્મી ગીતો પર ડાન્સ, વીડિયો થયો વાયરલ

મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં સ્થિત મહાકાલ મંદિર કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર છે. આ મંદિરના ગર્ભગૃહમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરવાનો મામલો સામે આવ્યો છે. વિશ્વ પ્રસિદ્ધ ઉજ્જૈનના શ્રી મહાકાલેશ્વર મંદિરમાં બોલિવુડ ગીતો પર વીડિયો બનાવવાનો સિલસિલો થમી નથી રહ્યો ત્યાં આ ક્રમમાં મંદિરમાં બે મહિલા સુરક્ષાકર્મીઓનો અલગ અલગ બોલિવુડ ગીત પર ડાન્સ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

બે મહિલાઓ ‘જીને કે બહાને લાખો…’ અને ‘પ્યાર પ્યાર કરતે કરતે…’ ગીત પર ડાંસ કરતી દેખાઇ રહી છે. આ બંને મહિલાઓ સુરક્ષાકર્મી છે. તેમનો વીડિયો વાયરલ થતા જ હડકંપ મચી ગયો હતો. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ આ બંને મહિલાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવી. આ બંને સુરક્ષાકર્મીઓને ડ્યુટીથી હટાવી દેવામાં આવી છે. મહાકાલ મંદિરના ગર્ભગૃહ અને નંદી હાલમાં મોબાઇલના ઉપયોગ પર પ્રતિબંધ લાગેલો છે.

તેમ છત્તાં વીડિયો બનાવવાનો મામલો થમી રહ્યો નથી. આ બંને મહિલાકર્મીઓનો વીડિયો સામે આવતા જ હંગામો મચી ગયો અને મામલો ગંભીર થયા બાદ પ્રશાસને સખ્ત રૂખ અપનાવ્યો, મંદિર પ્રશાસન અનુસાર, આ બંને સુરક્ષાકર્મીઓની ઓળખ પૂનમ સેન અને વર્ષા નવરંગના રૂપમાં થઇ છે. આ બંનેને તત્કાલ પ્રભાવથી સેવાથી હટાવી દેવામાં આવી છે. મામલા પર ઉજ્જૈનના એસડીએમે જણાવ્યુ કે, સૂચના મળ્યા બાદ કાર્યવાહી કરવામાં આવી છે.

જણાવી દઇએ કે, આ પહેલીવાર નથી, આ પહેલા પણ આવી રીતના વીડિયો બનાવવાના મામલા સામે આવી ચૂક્યા છે. આ કારણથી ગર્ભગૃહ અને નંદી હોલમાં મોબાઇલ પર પ્રતિબંધ લાગેલો છે.તેમ છત્તાં મંદિરમાં તૈનાત સુરક્ષાકર્મી નિયમોનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને વીડિયો બનાવી રહ્યા છે. આને લઇને લોકો પણ સવાલ ઊભા કરી રહ્યા છે.

Shah Jina