પ્રધાનમંત્રી મોદીએ ગુજરાત માટે જાહેર કરી અધધધધ કરોડની સહાય, વાવાઝોડામાં મોતને ભેટેલા પરિવારોને મળશે આટલા લાખ રૂપિયા

ગુજરાતની અંદર બે દિવસમાં જ તાઉ-તે નામના વાવાઝોડાએ તબાહી મચાવી દીધી હતી. જેને લઈને આજે પ્રધાનમંત્રી મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા.

પ્રધાનમંત્રી મોદીએ ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું હતું. 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ મોદી અમદાવાદમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજવા માટે પહોંચ્યા હતા.

આ બેઠકની અંદર ચર્ચા કર્યા બાદ પીએમ મોદીએ ગુજરાતને એક હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી સાથે આ વાવઝોડાનાં કારણે જે લોકો મોતને ભેટ્યા છે તેમને 2-2 લાખ રૂપિયા અને ઇજાગ્રસ્તોને 50 હજાર આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી હતી.

અમદાવાદની અંદર યોજાયેલી આ બેઠકમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, મુખ્યસચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજ કુમાર, આરોગ્ય અગ્ર સચિવ ડો.જયંતી રવિ તેમજ રાહત કમિશનર હર્ષદ પટેલ અને સાયન્સ ટેકનોલોજી સચિવ હારિત શુક્લા હાજર રહ્યા હતા. જેમને પ્રધાનમંત્રીને વાવાઝોડાની સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્રના ખેડૂતોને પણ કરોડોનું નુકશાન થયું છે, સાથે જ આસપાસના વિસ્તારોમાં પણ મોટા આર્થિક નુકશાન થયું છે. ત્યારે પ્રધાનમંત્રી મોદીએ આજે ગુજરાતની મુલાકાત લીધા બાદ આ રાહત પેકેજ જાહેર કર્યું છે.

 

Niraj Patel