મોદીને ઔકાત બતાવી દઇશુ, મને ગટરનો કીડો કહેવામાં આવ્યું, અહંકાર જુઓ ભાઈઓ, જુઓ વીડિયો

ગુજરાતમાં હવે વિધાનસભાની ચૂંટણીને બસ ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે બધી પાર્ટીઓ પૂરી તાકાત લગાવી રહી છે જનતાને રિઝવવાની. વડાપ્રધાન મોદીએ પણ ગુજરાતમાં પ્રચારની કમાન સંભાળી છે. ગઈકાલના રોજ પ્રધાનમંત્રીએ સોમનાથ, રાજકોટના ધોરાજીમાં, અમરેલીમાં અને બોટાદમાં જનમેદનીને સંબોધન કર્યું હતું અને આજે PM મોદીએ સુરેન્દ્રનગરના દૂધરેજમાં સભા સંબોધી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, વિકાસના કામોમાં અમે હિસાબ આપવા તૈયાર છીએ પણ કોંગ્રેસ વાળા હવે વિકાસની વાત જ નથી કરતા. તેઓ કહે છે કે, આ મોદીને તેની ઓકાત બતાવી દઇશું.

આગળ પીએમ મોદીએ કહ્યુ કે, અરે મારી કોઈ ઓકાત નથી. હું સામાન્ય પરિવારમાંથી આવ્યો છું ભાઈ. વિકાસના કામોની ચર્ચા કરો. જણાવી દઇએ કે, આવું પીએમએ એટલા માટે કહ્યુ કારણ કે, કોંગ્રેસના વરિષ્ઠ નેતા મધુસૂદન મિસ્ત્રીએ રાજીવ ભવનમાં પાર્ટીનો ઢંઢેરો લોન્ચ કર્યા બાદ એક ટીવી ચેનલ સમક્ષ નિવેદન આપતા કહ્યું હતું કે, ‘તેઓ પીએમ મોદીને ગુજરાત ચૂંટણીમાં તેમની ઓકાત બતાવશે. પીએમ મોદીએ કહ્યું, આજે મારું સ્વભાગ્ય છે કે ઝાલાવડની ધરતી પર પહોંચતાં જ સંતોના આર્શીવાદ મળ્યા અને મને ભવ્ય વિજયની શુભકામનાઓ મળી.

જ્યાં જ્યાં મારી નજર પડે છે ત્યાં ત્યાં કેસરિયો સાગર દેખાય છે.પીએમએ ખેડૂતોને લઈને કહ્યું કે એક જમાનો હતો, જ્યારે યુરિયા લેવા જવું હોય તો રાત્રે લાઈનમાં ઊભા રહેવું પડતું. એક જમાનામાં યુરિયા બારોબાર વેચાઈ જતું હતું. આજે યુરિયા ખેડૂતોને સમયસર મળી રહ્યું છે. યુરિયા આપણે બહારથી લાવવું પડે છે, કેન્દ્ર સરકારને યુરિયા 2 હજારમાં પડે છે અને ખેડૂતોને અમે 270 રૂપિયામાં આપીએ છીએ. અમે હવે નેનો ખાતર લાવ્યા છીએ. પદયાત્રા કરવાવાળાને કપાસ અને મગફળીની ખબર ના હોય તેમજ કહ્યું,

દેશનું 80 ટકા નમક ગુજરાતમાં બને છે.તેમણે કહ્યુ કે, આજે ગુજરાતમાં 600 જેટલી ITI કોલેજો છે. પહેલાં ગુજરાતમાં સાયકલ પણ નહોતી બનતી અને હવે વિમાન બનવાનાં છે. પીએમ મોદીએ છેલ્લે કહ્યું હતુ કે, તમારૂં સુરેન્દ્ર અને હું નરેન્દ્ર અને આ ભૂપેન્દ્ર આ ત્રિવેણી સંગમ છે આપણો. પીએમ મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા કહ્યુ કે, કોંગ્રેસીઓ કહેતા કે ગુજરાતમાં 24 કલાક વીજળી મળે જ નહીં ત્યારે હું કહેતો કે અઘરા કામ કરવા માટે જ મને બેસાડ્યો છે અને હું કામ કરીને બતાવીશ.

પીએમ મોદીએ કહ્યુ કે, આ ચૂંટણી મોદી કે ભૂપેન્દ્ર નથી લડતા, ગુજરાતની જનતા આ ચૂંટણી લડી રહી છે.પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોંગ્રેસીઓ વિકાસના મુદ્દાની ચર્ચા કરવાને બદલે મને મારી ઓકાત દેખાડવાની વાત કરે છે. તેઓ કહે છે કે, તમે મને નીચ કહ્યો, નીચી જાતિનો કહ્યો, મને મોતનો સોદાગર પણ કહ્યો, તમે મને ગંદી નાળીનો કીડો પણ કહ્યો અને હવે ઓકાત બતાવવાનું કહો છો. ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગરથી વડાપ્રધાન જબુસર પહોંચ્યા અને ત્યાં જનમેદનીને સંબોધી તેઓ નવસારી જવા નીકળશે.

Shah Jina