પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 140 કરોડ દેશવાસીઓ માટે તિરુપતિ બાલાજી મંદિરમાં કરી ખાસ પૂજા, જુઓ વીડિયો

તિરુપતિ મંદિરમાં દર્શન કરવા ગયા પીએમ મોદી, રસ્તા પર લોકોએ ફૂલો વરસાવીને કર્યું ભવ્ય સ્વાગત, દેશવાસીઓ માટે કરી પ્રાર્થના, જુઓ કેવો હતો નજારો

Pm Modi Prayed At tirupati temple : PM મોદીએ સોમવારે તિરુપતિ બાલાજી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વડાપ્રધાને તેમની મંદિરની મુલાકાતની તસવીરો પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. પીએમ મોદીએ લખ્યું કે તેમણે તિરુમાલાના શ્રી વેંકટેશ્વર સ્વામી મંદિરમાં પ્રાર્થના કરી અને દેશવાસીઓ માટે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની કામના કરી.

તિરુપતિ મંદિરમાં કરી પૂજા :

તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ બોર્ડે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે પીએમ મોદી 26 નવેમ્બરની સાંજે તિરુપતિ પહોંચશે, જ્યાં તેઓ રાત્રિ રોકાણ કરશે અને પછી 27 નવેમ્બરની સવારે ભગવાન વેંકટેશ્વરના આશીર્વાદ લેશે. પીએમ મોદી લાંબા સમય સુધી મંદિરમાં રોકાયા હતા. મંદિરમાં પૂજા કર્યા બાદ પીએમ મોદી તેલંગાણા જવા રવાના થયા.

લોકોએ કર્યું સ્વાગત :

જ્યારે પીએમ મોદી રોડ માર્ગે તિરમાલા પહોંચ્યા ત્યારે રસ્તામાં વિવિધ સ્થળોએ લોકોએ મોદી-મોદીના નારા લગાવ્યા અને ફૂલોની વર્ષા કરીને તેમનું સ્વાગત કર્યું. પીએમ મોદીએ રસ્તાના કિનારે ઉભેલા લોકોનું અભિવાદન સ્વીકાર્યું. તેમણે હાથ હલાવીને લોકોને જવાબ આપ્યો. પીએમ મોદીની મુલાકાતને લઈને જારી કરવામાં આવેલી વિજ્ઞાપનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી રવિવારની રાત તિરુમાલામાં વિતાવશે. આ પછી, સોમવારે સવારે તે મંદિરમાં પૂજા કરશે અને પછી ત્યાંથી તેલંગાણા માટે રવાના થશે.

ભારતના સૌથી ધનાઢ્ય મંદિરમાંથી એક છે :

તિરુપતિ બાલાજી મંદિર ભારતના સૌથી ધનાઢ્ય અને પ્રસિદ્ધ મંદિરોમાંનું એક છે. આંધ્ર પ્રદેશના ચિત્તૂર જિલ્લામાં સ્થિત, આ મંદિરના મુખ્ય દેવતા ભગવાન વેંકટેશ્વર સ્વામી છે, જેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે. પીએમ મોદીએ તાજેતરમાં મથુરાના વૃંદાવનમાં શ્રી બાંકે બિહારી મંદિરની પૂજા અને મુલાકાત પણ લીધી હતી.

 

View this post on Instagram

 

A post shared by Narendra Modi (@narendramodi)

Niraj Patel