કાશી વિશ્વનાથ કોરિડોર સાથે જોડાયેલ મજૂરો પર પીએમ મોદીએ કરી પુષ્પવર્ષા, પીએમ કાર્યક્રમમાં મજૂરોની બાજુમાં જ જઈને બેઠા

દેશના માનનીય શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 13 ડિસેમ્બરના રોજ તેમના ડ્રીમ પ્રોજેક્ટ વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું લોકાપર્ણ કર્યુ હતુ. આ અગાઉ તેમણે ગંગામાં પવિત્ર ડૂબકી લગાવી હતી અને અન્ય મહત્વપૂર્ણ કાર્યોની સાથે કોરિડોરના નિર્માણમાં યોગદાન આપનારા કામદારોને મળ્યા હતા. કાર્યક્રમ બાદ પીએમ તમામ મજૂરો (શ્રમ સાધકો) સાથે બેઠા હતા અને ભોજન લીધું. ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીનો લોકાપર્ણ પહેલાનો એક વીડિયો જોરદાર વાયરલ થઇ રહ્યો છે.

આ વીડિયોમાં તેઓ પોતાની ખુરશી હટાવી અને મજૂરો સાથે બેસતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, મજૂરો સાથે બેસવા માટે વડાપ્રધાન માટે એક અલગથી ખુરશી મૂકવામાં આવી હતી પરંતુ પીએમ ત્યાં ન બેઠા અને તેની જગ્યાએ તેઓ મજૂરો સાથે હરોળમાં બેઠા હતા. આ ઉપરાંત તેમણે મજૂરોને પણ પાસે બેસવાનો ઇશારો પણ કર્યો હતો. આ જોયા બાદ મજૂરો પણ ખુશ થઇ ગયા હતા અને તાળીઓ પાડવા લાગ્યા હતા.

કાશી વિશ્વનાથ મંદિર કોરિડોરના ઉદ્ઘાટન પહેલા પીએમ મોદીએ તમામ મજૂર સાધકોને પુષ્પવર્ષા કરીને શુભેચ્છા પાઠવી હતી. પીએમે કોરોના મહામારીના સંકટ પછી પણ સમયસર પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે તમામ શ્રમિકોની પ્રશંસા કરી હતી. તેમણે પોતાના સંબોધનમાં સૌનો આભાર પણ માન્યો હતો. કાર્યક્રમ બાદ પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથે મજૂરો સાથે બેસીને ભોજન લીધું હતું.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે વડાપ્રધાનને કાશી વિશ્વનાથ ધામની પ્રતિકૃતિ અર્પણ કરી. કોવિડ-19 મહામારી દરમિયાન, પીએમએ ચાલી રહેલા કામની દેખરેખ રાખવા અને અનેક વર્ચ્યુઅલ રીતે બાંધકામના કામની દેખરેખ રાખવા માટે તેમના નિવાસસ્થાને બનાવવામાં આવેલ કાશી વિશ્વનાથ કોરિડોરનું 3D મોડલ મેળવ્યું હતું. વડાપ્રધાને વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા આર્કિટેક્ટ્સને તેમના અંગત ઇનપુટ્સ અને સૂચનો આપ્યા હતા. આ ઉપરાંત, વડાપ્રધાન પવિત્ર સ્થળ પર પ્રગતિનું નિરીક્ષણ કરવા માટે લાઇવ ડ્રોનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે- “પ્રોજેક્ટમાં મંદિર ચોક, વારાણસી સિટી ગેલેરી, મ્યુઝિયમ, બહુહેતુક ઓડિટોરિયમ, હોલ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.


આ ઉપરાંત ભક્ત સુવિધા કેન્દ્ર, જાહેર સુવિધા, મોક્ષ ગૃહ, ગોદૌલિયા ગેટ, ભોગશાળા, પૂજારીઓ અને સેવાદારો માટેનો સમાવેશ થાય છે. બાંધકામો જેમ કે આશ્રયસ્થાન, આધ્યાત્મિક પુસ્તક જગ્યા.” જણાવી દઇએ કે, કોરિડોરના આર્કિટેક્ટ બિમલ પટેલ છે.

Shah Jina