અયોધ્યામાં બાળકો સાથે PM મોદીની જોવા મળી અનોખી સ્ટાઇલ, કહ્યુ- ફોટોમાં હું ગુસ્સામાં હોય એવું લાગે છે, ચા પીવડાવી દો, કંઇ ખાવા માટે નથી લાવ્યા ?

PM Modi Ayodhya Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​ભગવાન રામની નગરી અયોધ્યામાં સૌગાતનો વરસાદ કર્યો. અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યા બાદ પીએમ મોદીએ 2 અમૃત ભારત અને 6 વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવી. આ દરમિયાન પીએમ મોદી અમૃત ભારત ટ્રેનમાં બેઠેલા કેટલાક સ્કૂલના બાળકોને મળ્યા. બાળકો સાથેની મુલાકાત દરમિયાન પીએમ મોદીની અનોખી સ્ટાઈલ જોવા મળી હતી, તેઓ બાળકો સાથે હસતા અને મજાક કરતા જોવા મળ્યા હતા.

ફોટોમાં હું ગુસ્સામાં હોય એવું લાગે છે : PM

જ્યારે બાળકોએ પીએમ મોદીનો ફોટો બતાવ્યો તો વડાપ્રધાને કહ્યું કે તે ફોટોમાં તેઓ ગુસ્સામાં હોય એવા લાગી રહ્યા છે. વાસ્તવમાં અમૃત ભારત ટ્રેનને લીલી ઝંડી બતાવ્યા બાદ પીએમ મોદી ટ્રેનમાં હાજર વિદ્યાર્થીઓને મળ્યા હતા. આ દરમિયાન બાળકોએ પીએમ મોદીની તસવીર બતાવી હતી. તેના પર પીએમ મોદીએ કહ્યું કે ફોટો સારો છે પણ હું ગુસ્સામાં હોય તેવું દેખાઈ રહ્યુ છું. આ પછી પીએમ મોદીએ બાળકોને કહ્યું, ‘થોડી ચા પીવડાવી દો, ખાવા માટે કંઈ નથી લાવ્યા ?’

કંઇ ખાવા માટે નથી લાવ્યા ?

આ દરમિયાન પીએમ સાથે ટ્રેનમાં યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. જણાવી દઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે અયોધ્યામાં પુનઃવિકાસિત રેલવે સ્ટેશન ‘અયોધ્યા ધામ’નું ઉદ્ઘાટન કર્યું અને બે નવી અમૃત ભારત અને છ નવી વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી બતાવી. તેઓ શનિવારે સવારે અયોધ્યાની એક દિવસીય મુલાકાતે પહોંચ્યા હતા. તેઓ અયોધ્યા એરપોર્ટથી રોડ શો કરીને અયોધ્યા રેલવે સ્ટેશન પહોંચ્યા હતા.

Shah Jina