પાયલોટ કવિના એનાઉન્સમેન્ટથી ગદગદ થઇ ગયા યાત્રિકો, વીડિયો જીતી રહ્યો છે લાખો લોકોના દિલ, જુઓ તમે પણ

પાયલોટના એનાઉસમેન્ટથી જ થઇ ગયો લોકોને વિડીયો સાથે પ્રેમ, જુઓ અનોખા અંદાજમાં પાયલોટની જાહેરાત..

સોશિયલ મીડિયામાં રોજ ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયોની અંદર એવી એવી ઘટનો વાયરલ થાય કે જેને જોઈને લોકો પણ હેરાન રહી જતા હોય છે. સોશિયલ મીડિયામાં લોકોને ખાસ કરીને કોમેડી વીડિયો જોવાનું વધુ ગમતું હોય છે. ઘણા લોકોના ફની અંદાજ લોકોને ખુબ જ પસંદ આવે છે.

ત્યારે થોડા દિવસથી સોશિયલ મીડિયામાં એક પાયલોટનો પ્લેનમાં એનાઉન્સ કરવાનો વીડિયો પણ જબરદસ્ત વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પાયલોટ કવિતા સ્વરૂપે પ્લેન ઉડ્યા બાદ જે એનાઉસમેન્ટ કરે છે તે ખુબ જ શાનદાર છે અને એટલે જ આ વીડિયો લોકો વારંવાર જોવા માટે પણ મજબુર થઇ રહ્યા છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. એક મિનિટ 14 સેકન્ડના આ વીડિયોમાં પાયલટની સ્ટાઈલ જોઈને પ્લેનમાં બેઠેલા મુસાફરોના ચહેરા પર સ્મિત આવવા લાગ્યું. પાયલોટની સ્ટાઈલ જોઈને તેઓ પણ તાળીઓ પાડવા લાગ્યા. દરેક વ્યક્તિ ટક પાયલોટના નિર્દેશો સાંભળતી રહી hti. આ પાઇલોટ્સ સ્પાઇસ જેટ એરલાઇન્સ સાથે સંકળાયેલા છે.

વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પાયલોટ કવિતાની સ્ટાઇલમાં પ્લેનમાં એનાઉસમેન્ટ કરવાની વિગતો પેસેન્જરને સંભળાવે છે. જેને જોઈને પ્લેનમાં બેઠેલા પેસેન્જર પણ હસવા માટે મજબુર થઇ જાય છે અને ઘણા પેસેન્જર તેમની આ સ્ટાઇલ જોઈને તાળીઓ પણ વગાડી રહ્યા છે. આ વીડિયોને પાયલોટે પોતે પણ તેમના ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

આ ઉપરાંત ટ્વિટર પણ આ વીડિયોને સદાફ આફ્રિન નામના યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. જેને અત્યાર સુધી 1.4 મિલિયન કરતા વધારે લોકો જોઈ ચુક્યા છે. વીડિયોની સાથે કેપશનમાં લખ્યું છે, “જો પાયલોટ કરશે આવું એલાન, તો દરેક સફર બનશે આસાન, જુઓ વીડિયો, વીડિયોને જોઈને પ્રેમ થઇ જશે !”

Niraj Patel