જામનગરમાં હનુમાનજીના મંદિરમાં પુજારીએ હનુમાનજી આવ્યા હોવાનું કહીને આખા શરીરે સિંદૂર લગાવ્યું અને પ્રસાદીમાં પણ સિંદૂર ગટગટાવી ગયા, પછી…

આપણા દેશની અંદર ધાર્મિક તહેવારોનું મહત્વ ખુબ જ વધારે છે અને તેમાં પણ ગુજરાતની પ્રજા દરેક ધાર્મિક તહેવારને ખુબ જ ધામધૂમથી ઉજવે છે, ત્યારે ગત શનિવારના રોજ દેશભરમાં ધામધૂમથી હનુમાન જયંતિનો તહેવાર ઉજવવામાં આવ્યો હતો, આ દરમિયાન હનુમાન દાદાના મંદિરની અંદર ભારે ભીડ જામેલી જોવા મળી હતી.

શનિવારનો દિવસ અને હનુમાન દાદાનો જન્મ દિવસ હોઇ ભકતો પણ ભારે ઉત્સાહમાં હતા, પરંતુ જામનગરમાં હનુમાન દાદાના એક મંદિરમાં એવી ઘટના બની જેને ભક્તોમાં પણ કૌતુહલ જન્માવ્યું હતું. આ મંદિરના પુજારીએ પ્રસાદીમાં સિંદૂર ગટગટાવી લીધું હતું, સામાન્ય રીતે સિંદૂર પીવાથી અવાજ બેસી જાય છે, ત્યારે મંદિરમાં ઉપસ્થિત ભક્તોમાં પણ ભારે કુતુહલ જન્મ્યું હતું.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના કિશન ચોકમાં આવેલા ફુલીયા હનુમાન દાદાના મંદિરમાં હનુમાન જયંતિના પાવન અવસર પર સવારે 4 વાગે પૂજા કર્યા બાદ, 5:15 કલાકે સમૌયા આમંત્રણ વિધિ કર્યા બાદ મંદિરની સેવા પૂજા કરતા પૂજારી દીપકભાઈ કુબાવતને પંડમાં હનુમાનજી આવ્યાનો અહેસાસ થયો હતો.

જેના બાદ તેમને પોતાના આખા શરીર ઉપર સિંદૂર ચઢાવ્યું હતું અને બાદમાં પ્રસાદી સ્વરૂપે રાખવામાં આવેલું તેલ અને સિંદૂર પણ ગ્રહણ કરી લીધું હતું, આ જોઈને ત્યાં હાજર ભક્તો અને દર્શનાર્થીઓ પણ અચંબિત રહી ગયા હતા. સિંદૂર પીધા બાદ પણ પૂજારીને કઈ થયું ન હતુ. ત્યારે ભક્તોમાં પણ આ ઘટનાને લઈને કુતુહલ સર્જાયેલું જોવા મળ્યું હતું, ઘણા લોકો તેને આસ્થાનો વિષય પણ માની રહ્યા છે અને કહી રહ્યા છે કે “જેના ઉપર હનુમાનજીનો હાથ હોય તેમને કઈ ના થાય !”

Niraj Patel