2017માં ફક્ત ટુવાલ પહેરેલી કેટરિનાનો ગરમાગરમ ફોટો પાડનાર આ દિગ્ગજ પણ…

લગ્નનો મહિલા ચાલી રહ્યો છે, ત્યારે સામાન્ય માણસથી લઈને સેલેબ્રિટીઓ પણ હવે પોતાના લગ્નની તૈયારીઓ કરી રહ્યા છે. હાલમાં બોલિવુડની ખ્યાતનામ અભિનેત્રી કૈટરીના કૈફ અને અભિનેતા વિકી કૌશલના લગ્નની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે. આ લગ્નની અંદર કોણ કોણ સામેલ થવાનું છે તેની માહિતી પણ સામે આવી રહી છે.

વર-કન્યા રેડી છે. જગ્યાની પણ તૈયારીઓ થઇ ગઈ છે. લગ્નના ડ્રેસ અને મહેંદીની પણ તૈયરીઓ થઇ ચુકી છે. આપણે બધા જ જાણીએ છીએ કે વિક્કી અને કૈટરીનાના લગ્નમાં બોલીવુડના મોટા મોટા સેલેબ્સ સામેલ થવાના છે. પરંતુ આ પૂરતું સત્ય નથી, તેમના લગ્નની અંદર દેશમાંથી જ નહિ પરંતુ વિદેશમાંથી પણ મહેમાનો આવી રહ્યા છે.

આવતા મહિને વિક્કી કૌશલ અને કૈટરીના કૈફના લગ્ન રાજસ્થાનના એક આલીશાન રિસોર્ટમાં થવાના છે. આ કપલના લગ્નમાં ઇન્ટરનેશનલ ફોટોગ્રાફર મારિયો ટેસ્ટિનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. મારિયો ટેસ્ટિનો એક ઇન્ટરનેશનલ ફેશન ફોટોગ્રાફર છે, તેને વર્ષ 2017માં કૈટરીનાનું ટોવેલમાં બોલ્ડ ફોટોશૂટ કર્યું હતું. મારિયાની સાથે કૈટરીનાનું ફોટોશૂટ એક્સપિરિયન્સ ખુબ જ સારું રહ્યું હતું.

શૂટિંગ બાદ કૈટરીનાએ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેને લખ્યું હતું, “#TowelSeriesના શૂટિંગ દરમિયાનના અનુભવ માટે આભારમારિયો. તમારે ફરી જલ્દી જ અમને મળવા આવવું જોઈએ.” કોને ખબર હતી કે કૈટરીનાની આ ઈચ્છા આટલી જલ્દી જ પૂર્ણ થઇ જશે અને મારિયો ટેસ્ટિનો તેના લગ્નમાં પણ આવશે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)


કેટરિના અને મારિયો ટેસ્ટિનોની મુલાકાત એક પાર્ટી દરમિયાન થઈ હતી. ત્યાર બાદ બંનેએ સાથે ઘણા ફોટો શૂટ કર્યાં છે. જેમાં ટોવેલ સિરીઝ પણ એક હતી. આ ફોટોશૂટ સિરીઝમાં કેટરિના સિવાય સેલેના ગોમેઝ, કેન્ડલ જેનર, સિન્ડી ક્રોફર્ડ જેવી ગ્લોબલ સેલિબ્રિટીઝ પણ સામેલ થઈ હતી. આ ઉપરાંત મારિયોએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપુતનું પણ ફોટોશૂટ કર્યું હતું.

Niraj Patel