8માં ધોરણનો વિધાર્થી ઓનલાઇન મોબાઈલમાં કલાસ ભણી રહ્યો ત્યારે જ થયો બ્લાસ્ટ, એવી હાલત થઇ કે ધ્રુજારી ઉપડી જશે જોઈને

કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી વિધાર્થીઓની શાળાઓ બંધ હતી જેના કારણે ઓનલાઇન શિક્ષણ આવ્યું અને આજે પણ ઘણા વિધાર્થીઓ ઓનલાઇન મોબાઈલ ઉપર જ અભ્યાસ કરી રહ્યા છે. પરંતુ ઘણીવાર એવા એવા કિસ્સા પણ સામે આવે છે જે જાણીને હેરાન રહી જવાય. ઘણીવાર ઓનલાઇન ક્લાસ દરમિયાન મોબાઈલ ફાટવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે.

ત્યારે હાલ એવી જ એક ઘટના મધ્ય પ્રદેશના સતનામાંથી સામે આવી છે, જ્યાં ઓનલાઇન ક્લાસમાં ભાગ લેવા દરમિયાન મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થયો હતો અને એક 15 વર્ષનું બાળક ઘાયલ થઇ ગયું છે. પોલીસ દ્વારા શુક્રવારના રોજ આ જાણકારી આપવામાં આવી હતી. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ઘટના ગુરુવાર બપોરે જિલ્લા મુખ્યાલયથી લગભગ 35 કિલોમીટર દૂર ચંદકુઇયા ગામમાં ઘટી.

આઠમા ધોરણમાં ભણવા વાળા વિદ્યાર્થી રામ પ્રકાશ ભદોરિયા સ્કૂલમાં ઓનલાઇન ક્લાસ કરી રહ્યો હતો. ત્યારે જ અચાનક મોબાઈલ ફાટી ગયો. નાગોડા પોલીસ સ્ટેશન ઇન્સ્પેકટર આરપી મિશ્રા દ્વારા જણાવવામાં આવ્યું કે રામ પ્રકાશના જડબામાં ઇજા થઇ છે. ઘટના સમયે તે તેના ઘરે એકલો હતો તેના માતા પિતા અને પરિવારના અન્ય સદસ્યો કામ માટે બહાર ગયા હતા.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોબાઇલમાં થયેલા આ ધમાકાનો આવાજ એટલો મોટો હતો કે રામ પ્રકાશના પાડોશી તેના ઘરે જોવા માટે આવી ગયા કે આખરે શું થયું છે ? જેના બાદ રામ પ્રકાશને સતના હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો. જેના બાદ તેને વધુ સારી સારવાર માટે જબલપુર રેફર કરી દેવામાં આવ્યો.

Niraj Patel