પત્નીને હેરાન કરતા પતિ સાવધાન! આવતા જન્મમાં મળે છે આવો ભયાનક અવતાર

સનાતન ધર્મમાં જેમ રામાયણ,ગીતા, વેદ પુરાણનું મહત્ત્વ છે તેમ ગરુડ પુરાણનું પણ ખુબ મહત્વ છે. હવે આ અંગે એવી વાયકા છે કે પક્ષીરાજ ગરુડે ભગવાન વિષ્ણને કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા જેના જવાબ ભગવાને આપ્યાં. હવે આ જ સવાલ જવાબને ગરુડ પુરાણ કહેવામાં આવે છે. તેથી ગુરડ પુરાણનું ભારતીય શાસ્ત્રોમાં ખાસ મહત્વ છે. તેમાં કહેવામાં આવેલી વાતો મનુષ્યના જીવન પર ખુબ અસર કરે છે.

તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ગરુડ પુરાણમાં એ વાતનું પણ વર્ણન છે કે કોઈ વ્યક્તિ આવતા જન્મમાં શું બનશે. આ ઉપરાંત તેમાં એવું પણ વર્ણન છે કે જો કોઈ પતિ તેની પત્ની સાથે દુરવ્યવહાર કરે છે તો તેને મોત બાદ યાતના ભોગવવી પડે છે.

પતિ પત્ની અને સાંસરિક વ્યવહારો વિશે ગરુડ પુરાણમાં ઘણી વાતો કહેવામાં આવી છે. તેમા એ વાતનો પણ ઉલ્લેખ છે કે જે કોઈ પતિ તેની પત્ની દુખી કરે છે તો તેને ખુબ પીડા સહન કરવી પડે છે અને આવતા જન્મમાં મનુષ્ય યોનીમાં જન્મ મળતો નથી.

જો કોઈ પતિ તેમનો સ્વાર્થ સાધવા માટે તેની પત્ની પર ખોટા આરોપો લગાવે છે તો તે વ્યક્તિ આવતા જન્મમાં સુરખાબ પક્ષી તરીકે જન્મ લેશે. તમને જણાવી દઈએ કે આ પક્ષીનો અવાજ એકદમ કર્કશ હોય છે જે કોઈને પણ સાંભળવો પંસદ નથી આવતો. આ પક્ષી આખો દિવસ માદા પક્ષી સાથે રહે છે અને જ્યારે રાત્રિ પડે છે ત્યારે તે અલગ થઈ જાય છે.

સુરખાબ પક્ષી વિશે ભારતના શ્રેષ્ઠ કવિઓમાના એક મગા કવિ કાલિદાશે પણ તેમના પુસ્તક મેઘદુતમાં વર્ણન કર્યુ છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સુરખાબ પક્ષી તેના ગત જન્મના કર્મોને કારણે તેમની માદાથી દૂર રહે છે. તેથી કોઈ પણ પતિએ તેમની પત્નીને ક્યારેય પણ પરેશાન કરવી જોઈએ નહીં, નહીં તો આવતા જન્મમાં પક્ષીનો અવતાર મળે છે.

YC