ઇન્ડિયન આઇડલ 12 ફેમ પવનદીપ રાજનનો ભયંકર અકસ્માત, ગાડીના ઉડ્યા પરખચ્ચા- તસવીરો જોઇ હ્રદય કંપી ઉઠશે

Indian Idol 12 ના વિનર પવનદીપ રાજનનો કાર એક્સીડન્ટ-ICUમાં એડમીટ, ઉત્તરાખંડના છે બ્રાંડ એમ્બેસેડર

Indian Idol 12 વિનર પવનદીપ રાજનનો ભયંકર કાર એક્સીડન્ટ, જીવ તો બચી ગયો પણ હાથ અને પગ ફ્રેક્ચર

ટેલિવિઝનથી એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. ઈન્ડિયન આઈડલ 12 ફેમ પવનદીપ રાજનનો કાર અકસ્માત થયો છે. રિપોર્ટ મુજબ, પવનદીપ ચંપાવતથી દિલ્હી જઇ રહ્યો હતો. ગજરૌલામાં હાઇવે પર CO ઓફિસની સામેના કટ પર ઉભેલા કેન્ટરમાં પાછળથી કાર અથડાઈ. આ અકસ્માતમાં પવનદીપના બંને હાથ અને પગમાં ફ્રેક્ચર થયું હતું.

હોસ્પિટલની અંદરનો એક ફોટો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે. જેમાં તે હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોઈ શકાય છે. અહેવાલો અનુસાર, આ માર્ગ અકસ્માત રાત્રે લગભગ 2.30 વાગ્યે થયો હતો. કારનો ફોટો સામે આવ્યો છે, જેને જોઈને તમે અંદાજ લગાવી શકો છો કે અકસ્માત કેટલો ખતરનાક હતો.

આ અકસ્માત ડ્રાઇવરની આંખ મીંચવાને કારણે થયો હોવાનું કહેવાઇ રહ્યુ છે. અકસ્માતમાં કારને ભારે નુકસાન થયું છે. આ કારમાં પવનદીપ રાજન સાથે તેના બે સાથીઓ પણ હતા. જેમને પણ ગંભીર ઈજાઓ થઈ છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ક્ષતિગ્રસ્ત વાહનોને રસ્તા પરથી હટાવ્યા બાદ ઘાયલોને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પ્રાથમિક સારવાર બાદ ઘાયલોને નોઈડા રિફર કરવામાં આવ્યા. જણાવી દઈએ કે, પવનદીપ રાજન ‘ઈન્ડિયન આઈડલ 12’ વિનર છે. તે પછી, ઉત્તરાખંડ સરકારે તેને બ્રાન્ડ એમ્બેસેડર જાહેર કર્યો. પવનદીપે ‘ઇન્ડિયન આઇડલ 12’માં પોતાના અવાજથી બધાને પ્રભાવિત કર્યા હતા. પવનદીપ રાજન ઉત્તરાખંડના ચંપાવતનો રહેવાસી છે.

 

View this post on Instagram

 

A post shared by Sufiyan Pasha (@sufiyanpasha114)

Shah Jina
error: Unable To Copy Protected Content!