ગઈકાલે SRK ની વિવાદિત ફિલ્મ પઠાણ રિલીઝ થઈ ચુકી છે. આ ફિલ્મમાં એક્ટ્રેસ દીપિકા પાદુકોણ દ્વારા એક સોન્ગમાં પહેરેલા કેસરી કલરની બિકીને લઈને હિન્દૂ સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો.જોકે ફિલ્મના અમુક પાર્ટમાં ભગવા કલરની મજાક ઉડાવાતી હોવાને લઈને તે પાર્ટને હટાવવા માટે હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી હતી.
આ મુવી રિલીઝ ન થાય તે માટે ઘણા લોકોએ થિએટરમાં તોડફોડ કરવા જેવી ધમકીઓ અપાઈ હતી. આ લોકો દ્વારા વિરોધના પગલે ગુજરાત ભરમાં પઠાણ ફિલ્મ રિલીઝ કરવા માટે ગુજરાત સરકાર પાસે મંજૂરી માંગવામાં આવી હતી.જે બાદ પગલે ગુજરાત સરકાર દ્વારા ખાતરી આપવામાં આવી હતી કે પઠાણ ફિલ્મ રિલીઝ કરવામાં આવશે અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહેશે.
જો કે અમુક સંગઠનોએ જયારે ફિલ્મ રિલીઝ ત્યારે બુધવારે MP ના કેટલાક ભાગોમાં ફિલ્મનો વિરોધ કર્યો, ઇન્દોર અને ભોપાલમાં કેટલાક સિનેમા હોલને સવારના શો રદ કરવાની ફરજ પડી. હવે આ ફિલ્મ જોયા પછી લોકોમાં આ ફિલ્મનો અનોખો ક્રેઝ દેખાયો છે. જેમાં મિડનાઇટ શો પણ શરૂ કરવામાં આવ્યા હતા. આવું તો ભાગ્યેજ બનતું હોય છે.
આ સાથે જ ક્યાંક લોકોએ થિયેટરમાં ડાન્સ કરીને તો ક્યાંક ફટાકડા ફોડીને શાહરુખ ખાનની આગમનની ઉજવણી કરી હતી. પઠાણની ધમાકેદાર એન્ટ્રી સાથે થિયેટરોમાં જાણે તેજ ફરી વળ્યું છે. પઠાણ ફામથી શાહરૂખે 4 વર્ષ પછી મોટી સ્ક્રીન પર કમબેક કર્યું છે. પઠાણ બોક્સ ઓફિસ પર રેકોર્ડ તોડી રહી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલા અનુસાર, પઠાણે પહેલા દિવસે ભારતમાં 54 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
આ સાથે શાહરૂખ ખાનની અત્યાર સુધીની સૌથી મોટી નોન-હોલિડે ઓપનર ફિલ્મ બની ગઈ છે. જો આ આંકડા સાચા હશે છે તો શાહરુખ ખાનની ફિલ્મે કેજીએફ-2 ને પણ ધૂળ ચટાડી દીધી છે. મીડિયા રિપોર્ટ અનુસાર, SRK ની મુવી પઠાણ પહેલા જ દિવસે 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ છે.
ફિલ્મનું પહેલા દિવસનું વિશ્વનું કલેક્શન 100 કરોડની આસપાસ હતું. વર્લ્ડવાઈડ બૉક્સ ઑફિસ પર ફિલ્મ સેન્ચુરી લગાવી ચૂકી છે પણ આ ફિલ્મને IMDb પર 10માંથી 7.1 રેટીંગ આપવામાં આવી છે જે ફેન્સને ઓછા લાગી રહ્યા છે. આ રેટીંગને જાણીને ઘણા બધા ઓડિયન્સને શોક લાગી ગયો છે. આશ્ચર્યની વાત એ છે કે એક તરફ જ્યાં દર્શકો થિયેટરોની બહાર પઠાણ માટે ક્રેજી થઇ રહ્યાં છે અને ક્રિટિક્સ અને ટ્રેડ એનાલિસ્ટ્સ 4 સ્ટારથી ઓછા આ ફિલ્મને આપી રહ્યાં નથી. એવામાં IMDb યુઝર્સની આ રેટીંગ કઈ રીતે શક્ય છે.
View this post on Instagram