12 માળની બિલ્ડિંગ થઇ હતી ધરાશાયી, પટેલની દીકરી ગર્ભવતી હતી, પતિ અને દીકરી સહિત 100 જેટલા લોકોનો કોઇ ખબર નથી

કાળમાળ નીચે દબાયેલા લોકોની સંભળાઇ કિકિયારીઓ…ગુજરાતી કપલ ગર્ભવતી ભાવના પટેલ, વિશાલ પટેલ ગાયબ છે…જાણો વિગત

ફ્લોરિડાના મિયામીમાં સમુદ્રની ઠીક સામે બનેલી એક 12 માળની બિલ્ડિંગ જેનું નામ શૈમ્પ્લેન ટ્રાવર્સ છે તે અચાનક ધરાશાયી થઇ ગઇ. આ ઘટનામાં એક વ્યક્તિની મોત થઇ છે જયારે હજી સુધી 99 લોકોની કોઇ ખબર મળી શકી નથી. રેસ્કયુ ટીમે અત્યાર સુધીમાં 102 લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા છે.

તમને જણાવી દઇએ કે, વર્ષ 1980માં 12 માળની બિલ્ડિંગ શેમ્પ્લેન ટાવર્સનું નિર્માણ થયુ હતુ. ત્યાંના લોકોનું અને હાજર અધિકારીઓનું કહેવુ છે કે તે બિલ્ડિંગને રિપેરિંગની જરૂર હતી. આ ઘટના જે બની છે તે બેદરકારીને કારણે બની છે અને આ ઘટનાની તપાસ તો રેસ્કયુ બાદ જ કરવામાં આવશે.

ફ્લોરિડાની સરકારે ઘટનાની ગંભીરતાને જોતા પીડિત પરિવારો માટે આર્થિક મદદ આપવાની કાર્યકારીનો આદેશ જારી કર્યો છે. તેમાં કહેવામાં આવ્યુ છે કે, આ વિસ્તારમાં આપાતકાલીન ઘોષણા કરવામાં આવી છે.

જેનાથી કાનૂન પ્રવર્તન એજન્સીઓ અને બીજી સરકારી ડિપાર્ટમેન્ટ આવશ્યકતા અનુસાર બધા જરૂરી સંસાધન બિલ્ડિંગના રાહત અને બચાવ કાર્ય માટે ઉપયોગ કરી શકશે.

મિયામી ડેડ ફાયર રેસ્કયુ સહાયક પ્રમુખે પુષ્ટિ કરી છે કે, કાટમાળ નીચેથી અવાજ સંભળાય છે. અવાજોની સંખ્યા પાર્કિગ ગેરેજની નીચેથી આવી રહી છે. ફાયર વિભાગની ટીમ તેમની પાસે જલ્દીથી જલ્દી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

આ દુર્ઘટનામાં એક પરિવારની કોઇ ખબર નથી જેમાં એક ગર્ભવતી મહિલા, તેમની દીકરી અને તેમના પતિનો સમાાવેશ થાય છે. હજી રેસ્કયુ ઓપરેશન ચાલુ છે અને જલ્દીથી તેમાંથી બધાને બહાર નીકાળવામાં આવશે. 25 જૂન બુધવારના રોજ મોડી રાત્રે આ બિલ્ડિંગ ધરાશાયી થઇ હતી અને જેમાં મૃતકોની સંખ્યા વધીને ચાર થઇ છે અને 159 લોકો લાપતા છે. તેમની શોધ કરવામાં આવી રહી છે. તમે પણ જુઓ આ વીડિયો…

Shah Jina