અમદાવાદ: હસતા હસતા સાબરમતી રિવરફ્રન્ટ પર જીવનનો છેલ્લો વીડિયો બનાવી મહિલાએ કર્યો આપઘાત

લગ્નજીવન દરમ્યાન પતિ-પત્ની વચ્ચે અવારનવાર ઝઘડાઓ થતાં હોય છે, પરંતુ આ ઝઘડાઓમાં ક્યારેક એવી સ્થિતિ આવે છે કે વ્યક્તિ પોતાનો જીવ આપવા મજબૂર થઈ જાય છે આવું જ કંઇક અમદાવાદની વટવાની યુવતિ સાથે થયું છે. તેણે પતિના ત્રાસથી સાબરમતીમાં ઝંપલાવ્યુ અને મોતને વહાલું કરી દીધું. તેણે તેના જીવનનો અંતિમ વીડિયો રેકોર્ડ કરી તેના પતિને પણ મોકલ્યો હતો.

અમદાવાદમાં પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી સાબરમતી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હતો. નદીમાં કૂદતાં પહેલા તેણે પતિને ફોન કર્યો હતો અને મરી જવાની વાત કરી હતી. જીવનના અંત પહેલા એક વીડિયો બનાવ્યો હતો. ફોન રેકોર્ડિંગ અને વીડિયોના આધારે યુવતીના પિતાએ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

જીવ આપતા પહેલાં આ મહિલા ત્યાં સુધી કહે છે કે, કુદરત હવે મને માણસોનું મોઢું નથી જોવું. બસ આવી જ એક પરિણીતાએ જિંદગીથી થાકી હારી અને સાબરમતીમાં ઝંપલાવી આપઘાત કરી લીધો છે.

મહિલાએ જે વીડિયો બનાવ્યો હતો તેમાં તેણે જણાવ્યું છે કે “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હે આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસમે કિસીકા દોર ઔર દબાવ નહિ હે અબ બસ ક્યા કહે? એ સમજ લિજીયે કે ખુદાકી ઝીંદગી ઇતની હોતી હે.

ઔર મુજે ઇતની ઝીંદગી બહોત સુકુન વાલી લગતી હે.”ઔર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હે આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હે વો આઝાદ રહે ચલો અપની ઝીંદગી તો યહી તક હે. મેં ખુશ હું કી મેં અલ્લાહ સે મીલૂંગી ઉન્હેં કહુંગી કી મેરે સે ગલતી કહાં રેહ ગઈ? મા બાપ બહુત અચ્છે મિલે દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રહે ગઈ મુજમે યા શાયદ તકદીર મેં,મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું અલ્લાહ સે દુઆ કરતી હું કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’

‘એક ચીઝ જરૂર શીખ રહી હું મોહબ્બત કરની હે તો દો તરફ કરો એક તરફા મેં કુછ હાસિલ નહિ હે.ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હે,એ પ્યારી સી નદી પ્રે કરતે હે કી વો મુજે અપને આભ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો પ્લીઝ જ્યાદા બખેડા મત કરના મેં હવાઓ કી તરહ હું બસ બહેના ચાહતી હું,ઔર બહેતે રેહના ચાહતી હું કિસીકે લિયે નહિ રૂકના મેં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે. ઔર મુજે જીસકો જો બતાના થાય વો સચ્ચાઈ બતા ચુકી હું કાફી હે, થેંક્યું .મુજે દુઆઓ મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા. આ વીડિયો રેકોર્ડ કરી તેણે સાબરમતીની નદીમાં કૂદકો માર્યો હતો.

પતિના ત્રાસથી આઇશાએ આપઘાત કરતા પોલીસે આ મામલે વિડીયોના પુરાવાના આધારે આઇશાના પતિ સામે દુષપ્રેરણાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.બનાવ અંગે મળતી માહિતી પ્રમાણે ગત ગુરુવારના રોજ આઇશા નોકરીએ ગઈ હતી. બપોરે લગભગ ચાર વાગ્યાની આસપાસ તેના પિતાને ફોન કર્યો અને ખબર અંતર પૂછ્યા હતા. આઇશાએ મેં આજે આરીફને ફોન કર્યો હતો તેવું જણાવતા તેના પિતાએ તેને કેમ ફોન કર્યો શુ કહ્યું તેવું પૂછ્યું હતું.

આઇશાએ જણાવ્યું કે આરીફ મને સાથે લઈ જવા માંગતો નથી, હું આપઘાત કરી લઈશ તેવું કહેતા આરીફે કહ્યું હતું કે તારે મરવું હોય તો મરી જા તેમ કહી મને વિડીયો મોકલજે તેવું કહેતા આઇશાએ તેને વીડિયો મોકલ્યો હતો.

આ સમયે આઇશા રિવરફ્રન્ટ પર પહોંચી હતી. આઇશાની માતાએ તેને કોઈ પગલું ન ભરે તે માટે સમજાવી પણ હતી. ત્યાર બાદમાં માતા પિતા તેને શોધવા નિકળ્યા તો આઇશાના ફોન પરથી અજાણી વ્યક્તિએ ફોન કરીને જણાવ્યું કે, બેગ અને ફોન ખોડિયાર નગર રિવરફ્રન્ટ વોક વે પાસે મળી આવ્યો છે. જેથી ત્યાં જઈને તપાસ કરી તો ફાયર બ્રિગેડની રેસ્ક્યુ ટીમે નદીમાં સર્ચ કરી આઇશાની ડેડબોડી બહાર કાઢી હતી.

Shah Jina