સેંકડો લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દેનારા પોપટભાઈ આહિરના ઘરમાં શરૂ થઇ ગઈ પાયલના કંકુ પગલાં પાડવાની તૈયારીઓ, જુઓ વીડિયો
Papatbhai Ahir is getting married : હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને સામાન્ય માણસ સાથે સાથે ઘણા બધા સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. ત્યારે સેલેબ્સના લગ્નથી ચાહકોમાં પણ ખુશી છવાઈ જતી હોય છે. થોડા દિવસ પહેલા જ ગુજરાતના લોકલાડીલા કોમેડિયન અને જેમેણે ગરીબો માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે એવા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની પણ લગ્નના બંધનમાં બંધાયા અને તેમાના ચાહકો પણ તેમને સુખી લગ્ન જીવન માટેની શુભકામનાઓ પાઠવી હતી.
પોપટભાઈ આહીરના થઇ રહ્યા છે લગ્ન :
ત્યારે હવે ગુજરાતના વધુ એક ગરીબોના મસીહા પોપટભાઈ આહીર પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. તેમના વરઘોડાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે અને લોકો તેમને પણ શુભકામનાઓ પાઠવી રહ્યા છે. પોપટભાઈ આહીરે પોપટભાઈ ફાઉન્ડેશન હેઠળ અત્યાર સુધી ઘણા બધા લોકોની મદદ કરી છે. ખજુરભાઈની જેમ જ પોપટભાઈ પણ પોતાના સેવાકીય કાર્યોની ઝાંખી સોશિયલ મીડિયામાં બતાવતા રહે છે અને તેમાં સેવાકીય કાર્યોને જોઈને લોકો પણ તેમની ખુબ જ પ્રસંશા કરતા હોય છે.
મામાના ઘરે વાનો ખાવાની વિધિ :
પોપટભાઈ આહીરે તેમના ફેસબુક એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે વરઘોડામાં તેમના સગા સંબંધીઓ અને મિત્રો બરાબર નાચી રહ્યા છે. પોપટભાઈએ પણ રાજા જેવા કપડાં પહેર્યા છે અને એક ખાસ વિધિ વિશે તેઓ વીડિયોમાં વાત કરતા પણ જોવા મળે છે. પોપટભાઈએ જણાવ્યું હતું કે લગ્ન પ્રસંગમાં આ એક ખાસ વિધિ છે જેને વાના વિધિ કહેવામાં આવે છે. આ વિધિમાં મામાના ઘરે વાના ખાવા માટે જવાનું હોય છે.
વરઘોડામાં ખુબ નાચ્યાં બધા :
જેના બાદ પોપટભાઈ પણ ત્યાં પોહોંચેં છે અને મામાના ઘરે બધા જ મોસાળિયાઓ પ્રેમથી પોપટભાઈને વાનો ખવડાવે છે. જેના બાદ પોપટભાઈને રાજાની જેમ તૈયાર કરવામાં આવૅ છે અને તે ગાડીમાં બેસીને બીજા એક ઠેકાણે જાય છે. જ્યાં તેમના માટે ઘોડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. પોપટભાઈ ઘોડીએ ચઢી જાય છે અને પછી ઢોલીઓ બરાબર ઢોલ વગાડે છે અને સૌ કોઈ ઉત્સાહમાં આવીને નાચતા જોવા મળે છે. પોપટભાઈ પણ રાજાની જેમ હવામાં તલવાર લહેરાવે છે અને પછી મામાના ઘરે પહોંચે છે, જ્યાં વિધિ પણ કરવામાં આવૅ છે.
થોડા સમય પહેલા થઇ હતી સગાઈ :
તમને જણાવી દઈએ કે નીતિન જાનીની જયારે સગાઈ થઇ તેના થોડા દિવસ બાદ જ પોપટભાઈ આહીરની પણ સગાઈ થઇ હોવાની ખબરો સામે આવી હતી. પોપટપભાઈ પાયલ સાથે સગાઈ કરી હતી. જો કે પાયલ કોણ છે અને ક્યાંના વતની છે તેના વિશે હજુ સુધી કોઈ માહિતી સામે નથી આવી. તેમની આ સગાઈનું આયોજન પણ ખુબ જ ધામધૂમથી કરવામાં આવ્યું હતું અને ઘણા બધા લોકોએ ઉપસ્થિત રહીને પોપટભાઈ અને પાયલને આશીર્વાદ આપ્યા હતા.
ખુબ જ લોકપ્રિય છે પોપટભાઈ :
પોપટભાઈનું સાચું નામ રજનીભાઇ છે. પરંતુ તે આખા ગુજરાતમાં હવે પોપટભાઈ આહીર તરીકે ઓળખાય છે. તેમણે કેટલાય લોકોની નર્ક જેવી જિંદગીને સ્વર્ગ જેવી બનાવી દીધી છે અને તેમના સેવાકીય કાર્યોની નોંધ આખા ગુજરાતે લીધી છે. જેના વીડિયો પણ તેઓ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતા હોય છે. પોપટભાઈને ચાહકો પણ ખુબ જ પ્રેમ મળતો આવ્યો છે.