પંકજ ઉધાસની અંતિમ યાત્રામાં દીકરી રેવાની રડી રડીને હાલત ખરાબ- વીડિયો જોઇ ભરાઇ આવશે કોઇનું પણ દિલ

મશહૂર ગઝલ ગાયક પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી 2024ના રોજ નિધન થઇ ગયુ. પંકજ ઉધાસના પાર્થિવ દેહને આજે સવારે બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી તેમના ઘરે લાવવામાં આવ્યો હતો. અંતિમ સંસ્કાર પહેલા તેમના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે તેમના ઘરે રાખવામાં આવ્યો હતો.

ઘણા બોલિવૂડ સેલેબ્સ સ્વર્ગસ્થ ગઝલ ગાયકના ઘરે તેમના અંતિમ દર્શન માટે અને અંતિમ વિદાય આપવા માટે પહોંચ્યા હતા.પંકજ ઉધાસના પાર્થિવ દેહને અંતિમ સલામી આપવામાં આવી હતી અને તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું. પંકજ ઉધાસની અંતિમ યાત્રા દરમિયાન પરિવાર એકબીજાને હિંમત આપતો જોવા મળ્યો હતો. તેમની દીકરીની આંખોમાંથી સતત આંસુ વહી રહ્યા હતા.

રેવા તેના પિતાને યાદ કરીને ખૂબ જ ભાવુક થઇ ગઈ હતી અને તે ખરાબ રીતે રહી રહી હતી. જણાવી દઇએ કે, પંકજ ઉધાસની પુત્રી નયાબ ઉધાસે સોમવારે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા પિતાના નિધનની જાણકારી આપી હતી.પિતાના નિધનથી બંને પુત્રીઓ ખૂબ જ ગમગીન બની ગઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

ચિઠ્ઠી આઇ હૈ, ના કજરે કી ધાર, મત કર ઇતના ગુરૂર, આદમી ખિલૌના હેથી લઇને જીએ તો જીએ કેસે સુધી અનેક સુપરહિટ ગીતો આપનાર પંકજ ઉધાસનું 26મી ફેબ્રુઆરીએ નિધન થયું હતુ. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને 72 વર્ષના હતા. રીપોર્ટ અનુસાર, પંકજ ઉધાસ પેનક્રિયાસના કેન્સર સામે લડી રહ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina