શ્વેતા તિવારીની દીકરી પલક તિવારી બોલિવૂડમાં કરી રહી છે એન્ટ્રી, તસવીરમાં જુઓ મંત્રમુગ્ધ કરી દેવા વાળી સુંદરતા

શ્વેતા તિવારીની લાડલી આવી રહી છે ધમાકો કરવા, ફિગર જોઈને આંખો બંધ નહિ કરી શકો

શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી પોપ્યુલારિટીની દ્રષ્ટિએ તેમનાથી ઓછી નથી. શ્વેતા વિશે લોકો જેટલું જાણવા ઉત્સુક છે તેના કરતા પણ વધારે લોકો પલક વિશે જાણવા માંગે છે. પલક સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ચાહકો તેની દરેક પોસ્ટને ખૂબ પસંદ કરે છે.

પલક તિવારીએ તેના નવા ફોટોશૂટનો વીડિયો ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો જેમાં તે ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે. પલકે લીલા રંગનુ ડીપ નેક ફ્રોક પહેર્યું હતું જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

ટીવી અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલકની માસુમ અદાઓ જોઈને ચાહકો પોતાને કૉમેન્ટ્સ કરવાથી રોકી શકતા નથી. એક ચાહકે લખ્યું, ‘મનમોહક મંત્રમુગ્ધ કરી દેવા વાળી સુંદરતા…’ અન્ય એક યુઝરે લખ્યું ‘એક કામદેવ હમણાં જ મરી ગયો.’

પલક તિવારી ટૂંક સમયમાં ફિલ્મ ‘રોઝી – ધ સેફ્રોન ચેપ્ટર’થી બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. ફિલ્મ આ મહિનામાં જ રિલીઝ થશે. ‘રોઝી – ધ સેફ્રોન ચેપ્ટર’ફિલ્મનું નિર્દેશન વિશાલ મિશ્રાએ કર્યું છે, જ્યારે વિવેક ઓબેરોય, પ્રેરણા વી અરોરાએ પ્રોડ્યૂસ કર્યું છે. પલક તિવારીની સાથે વિવેક ઓબેરોય પણ આ ફિલ્મમાં જોવા મળશે.

પલકની તુલના હંમેશા તેની માતા શ્વેતા સાથે કરવામાં આવે છે. તેના ડેબ્યુથી લઈને તેની માતા સુધી પલકે સરખામણી પર ખુલીને વાત કરી હતી. પલકે કહ્યું કે મેં ટીવી એટલા માટે પસંદ નથી કર્યું કારણ કે હું જાણું છું કે જો હું મારી મમ્મીની જેમ સારું પરફોમર્સ નહિ કરી શકું તો તે નિરાશાજનક હોત.

પલકે કહ્યું કે હું ક્યારેય ટીવી શો મારફતે ડેબ્યુ કરવા નથી માંગતી. મારી મમ્મીએ અહીં ઘણું નામ કમાવ્યું છે અને આ કારણે હું નર્વસ હતી કે શું હું અપેક્ષાઓ પ્રમાણે કરી શકીશ કે નહીં? પલકને એકતા કપૂર દ્વારા ‘કસોટી જિંદગી કે 2’ માં પ્રેરણાની ભૂમિકાની ઓફર કરવામાં આવી હતી પરંતુ પલકે તેને નકારી દીધી હતી.

પલક શ્વેતા તિવારી અને રાજા ચૌધરીની પુત્રી છે. શ્વેતા અને રાજાના લગ્ન 9 વર્ષ પહેલા તૂટી ગયા હતા ત્યારબાદ શ્વેતાને પુત્રી પલકની કસ્ટડી મળી. શ્વેતા તિવારી પલકને દરેક રીતે સપોર્ટ કરે છે બંને વચ્ચે જોરદાર બોન્ડિંગ છે.

Patel Meet