જેની તસવીરો જોઈને લોકો ઊંચા નીચા થઇ રહ્યા છે એ પાકિસ્તાની મિસ્ટ્રી ગર્લ આખરે છે કોણ ? તેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો

વાયરલ થઇ રહેલી પાકિસ્તાની મિસ્ટ્રી ગર્લ કોણ છે તે આવ્યું સામે, ભારતની હાર પર ટ્વિટ કરીને કહી દીધી આ વાત, જુઓ

ગઈકાલે ભારત ઇંગ્લેન્ડ સામે 10 વિકેટે હારી ગયું, જેનું દુઃખ દરેક ભારતીયોને છે, તો બીજી તરફ જે ટીમના સેમી ફાઇનલમાં પહોંચવાના પણ ઠેકાણા નહોતા તે પાકિસ્તાની ટીમ ફાઇનલ સુધી પહોંચી ગઈ છે. પરંતુ એકંદરે વર્લ્ડ કપનો ભરપૂર આનંદ દર્શકોએ માણ્યો. પરંતુ જો કદાચ ગઈકાલે ભારત જીત્યું હોત તો રવિવારે ભારત અને પાકિસ્તાનનો મુકાબલો ખુબ જ રોચક બનવાનો હતો.

ત્યારે વર્લ્ડ કપ હોય કે આઇપીએલ કેમેરામેનના કેમેરામાં ઘણા એવા સુંદર સુંદર ચહેરાઓ કેદ થઇ જતા હોય છે જેને જોવાનું પણ દર્શકો ખુબ જ પસંદ કરતા હોય છે. ઘણી એવી મિસ્ટ્રી ગર્લ પણ જોવા મળે છે જેના વિશે દર્શકો જાણવા માટે આતુર થઇ જાય છે. આ વર્લ્ડકપમાં પણ એવી જ એક મિસ્ટ્રી ગર્લ જોવા મળી. જેની તસવીરો અને વીડિયો પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામેની પહેલી સેમી ફાઇનલમાં જોવા મળી.

આ મિસ્ટ્રી ગર્લની તસવીરો દુનિયાભરમાં વાયરલ થઇ રહી હતી, ભારતીયો પણ તેની તસ્વીરને પસંદ કરવા લાગ્યા અને જાણવા માટે આતુર થયા કે આખરે આ મિસ્ટ્રી ગર્લ છે કોણ. તો તમને જણાવી દઈએ કે આ મિસ્ટ્રી ગર્લનું નામ નતાશા છે અને તે પાકિસ્તાની મૂળની છે અને ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં રહે છે. ન્યુઝીલેન્ડ સામેની મેચ દરમિયાન તે સિડનીમાં પાકિસ્તાની ટીમને ચીયર કરતી નજર આવી હતી. ત્યારે કેમેરામેને તેની ઘણી તસવીરો અને વીડિયો વારંવાર પોતાના કેમેરામાં કેદ કર્યા હતા.

આ મેચ બાદ નતાશાએ એક ઇન્ટરવ્યૂ પણ આપ્યો હતો અને જેમાં તેણે કહ્યું હતું કે નસીમ શાહ તેનો સૌથી મનગમતો બોલર છે અને જે રીતે પાકિસ્તાની ટીમ ન્યુઝીલેન્ડ સામે રમી તેનાથી તે ઘણી ખુશ પણ છે. ત્યારે હવે નતાશાએ ભારતની હાર પણ પણ એક ટ્વિટ કરી છે, તેને લખ્યું છે કે, “બાય બાય ઇન્ડિયા.” રવિવારના રોજ ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ મેચ હવે ઇંગ્લેન્ડ અને પાકિસ્તાન વચ્ચે યોજાશે.

Niraj Patel