લો બોલો… પબજી રમતા રમતા પાકિસ્તાની મહિલા આપી બેઠી એક ભારતીય યુવકને દિલ, સરહદના બંધન તોડીને આવી તો પોલીસે ઉતાર્યું ભૂત, જાણો સમગ્ર મામલો

પબજીનો આંધળો પ્રેમ ! પાકિસ્તાનની 4 બાળકોની માતાને ભારતના 22 વર્ષીય સચિન સાથે થઇ ગયો પ્રેમ, સરહદના બંધનો તોડીને બાળકો સાથે જ આવી ગઈ ભારત, સમગ્ર મામલો જાણીને હોશ ઉડી જશે !

Pakistan Woman Crossed Border : આજે જમાનો સોશિયલ મીડિયાનો છે અને સોશિયલ મીડિયામાં આજે લોકો પોતાના ઘરમાં બેઠા દેશ અને દુનિયા સાથે જોડાઈ શકે છે. ત્યારે ઘણી એવી ઓનલાઇન એપ્લિકેશન છે જેના દ્વારા તમે દૂર દેશમાં રહેતા નવા નવા લોકો સાથે પણ જોડાઈ શકો છો અને તમારા સંબંધોને આગળ વધારી શકો છો. ઘણા લોકો આ રીતે પ્રેમ સંબંધમાં પણ બંધાયા છે અને લગ્ન કરીને સુખી જીવન પણ જીવતા હોય છે.

પરંતુ હાલ એક એવી કહાની સામે આવી છે જેને સૌના હોશ ઉડાવી દીધા હતા. એક યુવકને ઓનલાઇન ગેમ પબજી રમવાની આદત હતી, હવે આ ગેમમાં જ તેની ઓળખાણ એક પાકિસ્તાની મહિલા સાથે પણ થઇ ગઈ અને ધીમે ધીમે બંને પ્રેમ સંબંધોમાં પણ બંધાઈ ગયા. મહિલાને તો પ્રેમનું ભૂત એવું વળગી ગયું કે તે પોતાનો દેશ છોડી સરહદ પાર કરીને યુવકને મળવા પણ આવી પહોંચી.

વિઝા વિના નેપાળથી ભારત આવેલી સીમા નામની પાકિસ્તાની મહિલાએ PUBG ગેમ દ્વારા સચિન સાથે અનોખી મુલાકાત થઇ. બંનેને ગેમિંગમાં સામાન્ય રસ હતો, જેના કારણે તેઓ એકબીજા સાથે વાત કરવા લાગ્યા. જ્યારે તેઓ એકબીજા સાથે રમતા ત્યારે તેઓ વાતો કરતા અને ધીમે ધીમે બંને વચ્ચેનો પ્રેમ વધુ વધતો ગયો. આ વર્ચ્યુઅલ ગેમિંગમાં મોડી રાત સુધી વાતચીત થતી.

તેઓ એકબીજાના ગળાડૂબ પ્રેમમાં હતા. જેમ જેમ તેમનો પ્રેમ ખીલ્યો, સીમાએ સચિન સાથે રહેવા માટે સરહદ પાર કરવાનો હિંમતભર્યો નિર્ણય લીધો. આ પાકિસ્તાની મહિલા કરાચીથી દુબઈ ગઈ, જ્યાં તેનો પતિ કામ કરતો હતો, અને પછી નેપાળના કાઠમંડુ માટે બીજી ફ્લાઈટ પકડી. ત્યાંથી, તે પોખરા થઈને ભારતમાં પ્રવેશી અને અંતે ગ્રેટર નોઈડા પહોંચી, જ્યાં સચિન રહેતો હતો.

જે વકીલનો તેઓએ લગ્ન સંબંધી માર્ગદર્શન મેળવવા સંપર્ક કર્યો હતો, તેણે પોલીસને જાણ કરી હતી. મહિલા, જેણે પોતાને સીમા તરીકે ઓળખાવી અને કરાચીની હોવાનો દાવો કર્યો, તે ચાર બાળકોની માતા પણ છે. તે ગ્રેટર નોઈડાના રબુપુરા ગામના રહેવાસી 22 વર્ષીય સચિન સાથે વકીલની ઓફિસે પહોંચી. તેણીના કહેવા મુજબ તે એક મહિનાથી એનસીઆરમાં રહેતી હતી.

વકીલે કહ્યું, “સીમાએ મને કહ્યું કે તે PUBG-બેટલગ્રાઉન્ડ રમતી વખતે સચિનના સંપર્કમાં આવી હતી. તેણે મને એ પણ કહ્યું કે તેનો પતિ દુબઈમાં કામ કરે છે અને તેનો ભાઈ પાકિસ્તાન આર્મીમાં છે.” જ્યારે વકીલે વધુ વિગતો પૂછી તો સીમાના જવાબથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા. તેણે જણાવ્યું કે સીમા પાકિસ્તાનથી નોઈડા કેવી રીતે આવી. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ સાદ મિયા ખાને કહ્યું, “પાકિસ્તાની મહિલા અને સ્થાનિક પુરુષની અટકાયત કરવામાં આવી છે. મહિલાના ચાર બાળકો પણ પોલીસ કસ્ટડીમાં છે.”

Niraj Patel