આવો દેખાડો ના કરો ! ભાડા પર પ્લેન અને દુલ્હનના ઘર પર પૈસાનો વરસાદ, વીડિયો વાયરલ- શું બોલ્યા લોકો

લગ્નમાં પૈસા ઉડાવા એ કોઈ મોટી વાત નથી, પરંતુ પાકિસ્તાનમાં એક લગ્નમાં જે રીતે પૈસા વેડફાયા તેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. અહીં એક પિતાએ પોતાના પુત્રના લગ્ન માટે વિમાન બુક કરાવ્યું હતું. પછી આ વિમાને દુલ્હનના ઘરે પૈસાનો વરસાદ કર્યો. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જો કે કેટલાક લોકો તેની મજાક પણ ઉડાવી રહ્યા છે. એક્સ પર એક ભારતીય યુઝરે લખ્યું કે એવું લાગે છે કે IMFએ બેલઆઉટ પેકેજ મોકલ્યું છે.

મળતી માહિતી મુજબ, આ વીડિયો પાકિસ્તાનના હૈદરાબાદનો છે. વીડિયો શેર કરતી વખતે એક સોશિયલ મીડિયા યુઝરે તેના વિશે ઉર્દૂમાં માહિતી આપી છે. જેમાં લખ્યું છે કે કન્યાના પિતાએ વિનંતી કરી હતી. આ પછી, વરરાજાના પિતાએ ભાડા પર વિમાન લીધું અને દુલ્હનના ઘર પર કરોડો રૂપિયાનો વરસાદ કર્યો. ત્યાં સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વરરાજાના એનઆરઆઈ મિત્રએ તેના ઘરે પૈસાનો વરસાદ કર્યો.

જો કે ગુજ્જુરોક્સ આ વીડિયોની પુષ્ટિ કરતું નથી. આ વીડિયો જોઇ કેટલાક લોકોએ તેની મજાક ઉડાવી તો કેટલાકે લખ્યું કે હવે વરરાજાને તેના પિતાએ તેના જીવનમાં લીધેલું દેવું ચૂકવવું પડશે. અન્ય એક યુઝરે લખ્યું કે હવે ખબર પડી કે પાકિસ્તાન શા માટે દેવામાં ડૂબી ગયું છે. એક યુઝર તો તેનાથી પણ આગળ વધી ગયો અને લખ્યું કે પાકિસ્તાનનું આખા વર્ષનું બજેટ પડતું મૂકવામાં આવ્યું. હવે તેઓ ફરી ભીખ માંગવા જશે.

Shah Jina