કરોડો રૂપિયાની કમાણી છોડીને આ વ્યક્તિ આપી રહ્યો છે લોકોને 1 રૂપિયામાં ઓક્સિજન સિલેન્ડર, એક સલામ તો બને જ છે બોસ

કોરોના મહામારીની બીજી લહેર જેમ જેમ ઘટ્ટક બની રહી છે તેમ તેમ હોસ્પિટલ પણ છલકાવવા લાગી છે. આજે પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલમાં બેડ મળવા પણ મુશ્કેલ બની ગયા છે. તો બીજી તરફ ઓક્સિજનની પણ અછત વર્તાઈ રહી છે. ઘણા લોકો ઓક્સિજનમાં પણ કાળાબજારી કરવા લાગી ગયા છે. પરંતુ આ દરમિયાન ઘણા એવા વ્યક્તિઓ પણ સામે આવ્યા છે જેમને માનવતાની નવી મિસાલ કાયમ કરી છે.

આજે આખા દેશની અંદર જયારે લોકો ઓકિસજનની ખપતના કારણે ઝઝૂમી રહ્યા છે ત્યારે યુપીના હમીરપુર જિલ્લા માટે રાહતની ખબર આવી છે. અહીંયા રીમઝીમ સ્પાત ફેક્ટરીએ પોતાનો ઓક્સિજન પ્લાન્ટ કોરોના હોસ્પિટલો માટે ખોલીને ફક્ત એક રૂપિયામાં ઓક્સિજન ગેસ સિલેન્ડર આપવાનું શરૂ કર્યું છે. કંપની દ્વારા કરવામાં આવેલી આ જાહેરાત બાદ ઓક્સિજન લેવા માટે વાહનોની લાંબી લાઈનો લાગી છે.

એક રૂપિયામાં ઓક્સિજનની સૂચના મળવા ઉપર કાનપુર, બાંદા, ઝાંસી, જાલૌન, ફતેહપુર સહીત આસપાસના તમામ જિલ્લાના સેંકડો વાહન ઓક્સિજન લેવા માટે ફેકટરીમાં આવી ગયા.

હમીરપુર જિલ્લામાં સુમેરપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં રીમઝીમ સ્પાત ફેકટરીમાં પોતાનો બહુ જ મોટો ઓક્સિજન પ્લાન્ટ લગાવ્યો છે. જેમાં 24 કલાકની અંદર એક હજાર સિલેન્ડર ભરવામાં આવે છે. એક રૂપિયામાં ઓક્સિજન સિલેન્ડર આપવાનો નિર્ણય થતા ઓક્સિજન પ્લાન્ટના મેનેજર મનોજ ગુપ્તાની દરેક જગ્યાએ પ્રસંશા થઇ રહી છે.

આ ફેક્ટરીની અંદર માત્ર હોસ્પિટલ ,માટે જ નહિ પરંતુ સામાન્ય માણસ માટે પણ એક રૂપિયામાં જ ઓક્સિજન આપવામાં આવે છે. તેમને ફક્ત તેમનું આધારકાર્ડ અથવા ડોક્ટરની ચિઠ્ઠી લાવવાની રહે છે.

આ મહામારીના સમયમાં રીમઝીમ ફેક્ટરી દ્વારા શરૂ કરવામાં આવેલા આ એક રૂપિયા ઓક્સિજન સિલેન્ડર આપવાની જાહેરાતથી આ ફેકટરીના ખુબ જ વખાણ થઇ રહ્યા છે. જરૂરિયાતના સમયમાં આવી માનવસેવાના લોકો વખાણ કરી રહ્યા છે.

Niraj Patel