OMG ! 94 બાળકોનો બાપ નીકળ્યો આ ડોક્ટર, દગાથી આવી રીતે કરી મહિલાઓને પ્રેગ્નેટ, નેટફ્લિક્સે બનાવી છે ડોક્યુમેન્ટ્રી

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લા ઘણા સમયથી કોઇ વ્યક્તિની ડોક્યુમેન્ટ્રી બનતી હોય છે, ત્યારે આજે અમે તમને એક એવા ડોક્ટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેની કહાની સાંભળીને તમે ચોંકી જશો. આ ડૉક્ટર પોતાના ક્લિનિકમાં આવતી મહિલા દર્દીઓમાં પોતાના સ્પર્મ નાખતો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ફર્ટિલિટી ડોક્ટર 94 બાળકોનો પિતા બન્યો છે. નેટફ્લિક્સે ડોનાલ્ડ ક્લાઈન નામના આ ડૉક્ટર પર OUR FATHER નામની ડોક્યુમેન્ટરી બનાવી છે, જેની અત્યારે ખૂબ ચર્ચા થઈ રહી છે.

નેટફ્લિક્સે એક ડોક્યુમેન્ટ્રી દ્વારા લોકોને ડોનાલ્ડ ક્લાઈનની સાચી વાર્તાથી વાકેફ કર્યા છે. આ મામલો અમેરિકાના ઈન્ડિયાનાપોલિસનો છે.વર્ષ 1970 અને 1980ના દાયકામાં આ ડોક્ટર પોતાની હોસ્પિટલમાં આવતી મહિલા દર્દીઓને જાણ કર્યા વગર સ્પર્મ નાખતો હતો. આ ગુનાનો પર્દાફાશ સૌપ્રથમ તેની પુત્રી જેકોબા બેલાદે કર્યો હતો. તેનો જન્મ સ્પર્મ ડોનેશન દ્વારા થયો હતો. એક દિવસ તેણે ઘરે જ તેનો ડીએનએ ટેસ્ટ કરાવ્યો. જેમાં તેને ખબર પડી કે તેને આ ડોક્ટરના વધુ સાત ભાઈ-બહેન છે. પરંતુ તેની માતા અલગ છે.

આ પછી આ જૂથે સત્યતા જાણવા માટે કામ કરવાનું શરૂ કર્યું. જેમાં તેને ખબર પડી કે તેના માતા-પિતાના ફર્ટિલિટી ડોક્ટર પોતાના સ્પર્મ મહિલા દર્દીઓમાં નાખતા હતા. ડોક્યુમેન્ટ્રીમાં જેકોબાએ આ વિશે વિગતવાર જણાવ્યું છે. મેટ વ્હાઈટને પણ ખબર પડી કે તે પણ આ ડોક્ટરની બાળકી છે. તેણે કહ્યું- હું મારી માતા માટે ખરાબ અનુભવી રહી હતી. મેટની માતા લિઝ વ્હાઇટે કહ્યું – જ્યારે મેટનો ડીએનએ ટેસ્ટ આવ્યો ત્યારે મારા મોંમાંથી પહેલી વાત નીકળી કે મારા પર 15 વખત રેપ થયો હતો અને મને ખબર પણ ન પડી.

ડો.ક્લાઇન દ્વારા તેમની સારવાર અંગે તેમણે જણાવ્યું હતું કે તેઓ તેમની ઓફિસમાં હંમેશા એકલા રહેતા હતા. મામલો પ્રકાશમાં આવ્યા બાદ ક્લાઈનને કોર્ટમાં લઈ જવામાં આવ્યો હતો. તે સમયની જોગવાઈઓ અનુસાર, તેણે કોઈ ફોજદારી કાયદો તોડ્યો ન હતો. જે બાદ તેની પાસેથી લગભગ 40 હજાર રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો અને તેને જવા દેવામાં આવ્યો.

વર્ષ 2018માં એક કાયદો પસાર કરવામાં આવ્યો હતો, જેના હેઠળ ઇન્ડિયાનામાં ગેરકાયદેસર સ્પર્મ ડોનર્સને ગેરકાયદેસર ગણવામાં આવશે. જો કે, અમેરિકામાં હજુ સુધી આ અંગે કોઈ સંઘીય કાયદો નથી. ઘરે ડીએનએ ટેસ્ટિંગ દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે આવા 44 ડોક્ટર્સ છે જેઓ તેમના સ્પર્મ દ્વારા દર્દીઓને ગર્ભવતી બનાવે છે.

Shah Jina