વડોદરાના ઘૃણાલી પટેલના બ્રેઈન ડેડ બાદ લેવાયો અંગદાનનો નિર્ણય, 5 લોકોને તેમના અંગોથી મળશે એક નવું જીવન ! ધન્ય છે પરિવારના નિર્ણયને !!

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અંગદાનનો ઘણા મામલાઓ સામે આવ્યા છે, જેના કારણે ઘણા લોકોને નવજીવન પણ મળ્યું છે. અંગદાનને લઈને દેશમાં મોટી જાગૃતિ આવે છે અને તેમાં પણ ગુજરાતમાંથી આવતી ઘટનાઓ માનવતાનો નવો સંચાર અને લોકજાગૃતિનું કામ કરતી જોવા મળે છે. ઘણા લોકોના બ્રેઇનડેટ થયા બાદ પરિવારના અંગોનું દાન કરવામાં આવે છે અને તેના દ્વારા ઘણા લોકોને નવું જીવન પણ મળે છે.

હાલ એવી જ એક ઘટના વડોદરામાંથી સામે આવી છે. જ્યાં ભાઇલાલ અમીન હોસ્પિટલમાં 37 વર્ષીય મહિલા ઘૃણાલી પટેલના પ્લેટલેટ ઓછા થઇ જતા મગજમાંથી લોહી નીકળવાના કારણે તમેની નિધન થયું હતું, જેના બાદ તેમના પરિવારજનોએ તેમના પાંચ અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો અને આ નિર્ણય દ્વારા પણ લોકોને નવું જીવન પ્રાપ્ત થયું.

આ બાબતે મળી રહેલ વધુ માહિતી અનુસાર વડોદરાના વાસના વિસ્તારતમાં રહેતા ધ્રુનાલીબેન રાકેશભાઈ પટેલને ગત 4 જાન્યુઆરીના રોજ અચાનક જ ઉલ્ટીઓ થવાના કારણે ભાઈલાલભાઈ અમીન હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તબીબો દ્વારા તેમની સઘન સારવાર પણ ચાલી રહી હતી, પરંતુ તેમના બ્લડ પેલ્ટલેટમાં સતત ઘટાડો થતો હોવાના કારણે તેમની હાલત વધુ ખરાબ થઇ રહી હતી.

આ પહેલા પણ ઘૃણાલીબેનને રૂમેટોઇડ અર્થરાઈટ્સ અને આઈ.ટી.પી. નામની બીમારીના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઘૃણાલીબેનની તબિયત વધુ કથળતા તેમને એમઆરઆઈ કરાવવામાં આવ્યો જેમાં  બ્રેન સ્ટેમમાં બ્લિડિંગ, જેને એક્યુટ પ્રોગ્રેસીવ બ્રેન સ્ટેમ ઇન્ફ્રેક્ટ નામક બીમારીનું હોવાનું સામે આવ્યું.

આ બીમારીની સારવાર ના બરાબર હતી તેથી તેમને બ્રેનડેડ જાહેર કરવામાં આવ્યા હતા. ઘૃણાલીબેનના પરિવારને આ ખબર મળ્યા બાદ તેમને અંગદાન વિશેની શક્યતાઓ વિશે પૂછ્યું ત્યારે હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકારના નિયુક્ત અધિકારીઓને બોલાવી અંગદાન અંગે સંપૂર્ણ પ્રક્રિયા વિશે માહિતગાર કરવામાં આવ્યા, જેના બાદ ગત ગુરુવારના રોજ પરિવારે અંગદાનનો નિર્ણય લીધો.

પરિવારના અંગદાનના નિર્ણય બાદ ઘૃણાલી બેનના લીવર, કિડની, હ્રદય અને ફેફસાંને શસ્ત્ર ક્રિયા થકી કાઢી પોલીસ પેટ્રોલિંગ હેઠળ એરપોર્ટ પહોંચા‍ડ્યા હતા અને ત્યાંથી ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા અંગો ફરીદાબાદ અને ચેન્નાઇ પહોંચાડવા માટે આવ્યા હતા. ઘૃણાલીબેનના અંગ હવે 5 લોકોમાં ટ્રાન્સફર થશે જેના દ્વારા તેમને પણ નવું જીવન મળશે.

Niraj Patel