જોઈ લ્યો સબૂત: ખંડેરમાં ફેરવાયુ બહાવલપુર! એકઝાટકે ધ્વસ્ત પામ્યો જૈશનો અડ્ડો, જુઓ વીડિયો

આખરે ભારતે પાકિસ્તાનના આતંકવાદી સંગઠનો સામે વળતો પ્રહાર કર્યો.ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બહાવલપુરમાં આતંકવાદીઓના ઠેકાણા પર સચોટ હુમલો કર્યો છે, જેના કારણે ઇમારત સંપૂર્ણપણે નાશ પામી છે.ભારતીય સેનાએ ‘ ઓપરેશન સિંદૂર ‘ હેઠળ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી સંગઠનો સામે અભૂતપૂર્વ લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી . આ કાર્યવાહીમાં પાકિસ્તાનના પંજાબ પ્રાંતના બહાવલપુરમાં જૈશ-એ-મોહમ્મદના મુખ્ય મથક મરકઝ સુભાન અલ્લાહને સંપૂર્ણપણે નાશ કરવામાં આવ્યો.


ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના સાત શહેરો – બહાવલપુર, મુરીદકે, સિયાલકોટ, ભીમ્બર, કોટલી, મુઝફ્ફરાબાદ અને અન્યમાં નવ આતંકવાદી લોન્ચ પેડ પર એક સાથે હવાઈ હુમલા કર્યા. આ છુપાયેલા સ્થળોમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના મુખ્ય કેન્દ્રો શામેલ હતા.


બહાવલપુરમાં જૈશનું મરકઝ સુભાન અલ્લાહ આતંકવાદી તાલીમ અને આતંકવાદી પ્રવૃત્તિઓનું મુખ્ય કેન્દ્ર હતું. ભારતીય મિસાઇલો અને ખાસ દારૂગોળા દ્વારા તેને સંપૂર્ણપણે તેનો નાશ કરવામાં આવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ હુમલામાં 90 થી 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા. જેમાં જૈશ અને લશ્કરના ઘણા ટોચના કમાન્ડરોનો પણ સમાવેશ થાય છે.


પાકિસ્તાનના લોકોએ આ મરકઝના ઘણા વીડિયો શેર કર્યા છે જેમાં તે સંપૂર્ણપણે કાટમાળના ઢગલામાં ફેરવાઈ ગયું હોય તેવું લાગે છે. પાકિસ્તાનના ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના ડિરેક્ટર જનરલ અહેમદ શરીફ ચૌધરીએ હુમલાની પુષ્ટિ કરી અને કહ્યું કે બહાવલપુરના અહેમદ પૂર્વ વિસ્તારમાં આવેલી સુભાનુલ્લાહ મસ્જિદને નિશાન બનાવવામાં આવી હતી. જોકે, પાકિસ્તાને નાગરિક જાનહાનિનો દાવો કર્યો હતો, જેને ભારતે નકારી કાઢતા કહ્યું હતું કે ફક્ત આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા.


ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં અરાજકતા ફેલાઈ ગઈ છે. પાકિસ્તાનના ઘણા વિસ્તારોમાંથી વિનાશના ફોટો અને વિડીયો સામે આવી રહ્યા છે. જોકે ચોક્કસ સ્થાનની પુષ્ટિ થઈ શકી નથી. X પરના કેટલાક યુઝર્સે દાવો કર્યો હતો કે બહાવલપુરમાં લશ્કર-એ-તૈયબા સમર્થિત વિસ્તારો પણ હિટ થયા હતા.

Raina
error: Unable To Copy Protected Content!