આ 1 રૂપિયાનો સિક્કો વેચાયો 10 કરોડમાં, જો તમારી પાસે છે તો તમને પણ મળી શકે છે લાખો-કરોડો રૂપિયા

10 કરોડમાં વેચાયો આ એક રૂપિયાનો નાયાબ સિક્કો, જાણો આ સિક્કામાં શુ ખાસ છે ?

જો તમને પણ સિક્કા ભેગા કરવાનો શોખ છે તો તમે કરોડપતિ બની શકો છો. કદાચ તમને ખ્યાલ નહિ હોય કે તમારી આ આદત તમને મિનિટોમાં કરોડપતિ બનાવી શકે છે. જણાવી દઇએ કે, જૂના સિક્કા વેચી લોકોને લાખો-કરોડો મળી જાય છે. ઓનલાઇન નીલામીમાં આ સિક્કાની સારી એવી કિંમત મળે છે. તમને 1,2,5 રૂપિયાના સિક્કા કે નોટને બદલે 10 લાખથી 1 કરોડ રૂપિયા સુધી મળી શકે છે. DNAના રીપોર્ટ અનુસાર, હાલમાં જ એક ઓનલાઇન નીલામીમાં 1 રૂપિયાના સિક્કાને બદલેે 10 કરોડ મળ્યા છે.

જે સિક્કાની 10 કરોડ રૂપિયાની બોલી લગાવવામાં આવી રહી હતી, તે કોઇ મામૂલી સિક્કો નથી. તે સિક્કો બ્રિટિશ શાસન કાળનો છે. આ 1 રૂપિયાનો સિક્કો 1885માં બનાવવામાં આવ્યો હતો. જૂનો હોવાને કારણે સિક્કાના શોખીન લોકો આની કિંમત આપી રહ્યા છે.આ સિક્કાને તમે ઓનલાઇન પ્લેટફોર્મ પર રજિસ્ટર કરી ઓનલાઇન બોલી આમંત્રિત કરી શકો છો. આ સિક્કા માટે તમે 9 કરોડ 99 લાખ રૂપિયા સુધીની બોલી મંગાવી શકો છો.

આ જૂના અને દુર્લભ સિક્કા માટે તમારે OLX પર રજિસ્ટર કરવાનું રહેશે તે બાદ તેના પર ફ્રી ઓફ કોસ્ટ વિજ્ઞાપન પોસ્ટ કરી બોલી મંગાવી શકો છો, જેને પણ ખરીદવામાં રૂચિ હશે તે તમારો સંપર્ક કરશે. DNAના એક રીપોર્ટ અનુસાર, ઇન્ડિયામાર્ટ ડોટ કોમ અને કોઇન બજાર જેવી વેબસાઇટ જૂના અને દુર્લભ સિક્કા અને નોટના બદલે લાખો રૂપિયા આપે છે.

નોંધ: આ માહિતી મીડિયા રીપોર્ટ પર આધારિત છે. કોઈપણ વેબસાઈટની મુલાકાત લો તો જે તે વેબસાઈટની ટર્મ્સ અને કન્ડિશન જરૂર જુઓ, નોટ કે ચલણી સિક્કાની ખરીદી કે વેચાણ કરો ત્યારે જે તે વેબસાઈટની ગોપનીયતા અને શરતો ખાસ જુઓ જેથી છેતરપીંડી કે સાઇબર ક્રાઇમનો શિકારથી બચી શકો.

Shah Jina