BREAKING : ઓખાથી બેટ દ્વારકા બોટ દ્વારા જવાના હોય તો આવી ગયા સૌથી મોટા સમાચાર, ભૂલથી પણ….

વડોદરા સમેત સમગ્ર ગુજરાત માટે 18 તારીખના રોજ બનેલ હરણી તળાવ દુર્ધટનામાં અનેક બાળકોના જીવ ગયા. વાઘોડિયા રોડ પર આવેલી ન્યુ સનરાઈ સ્કૂલના બાળકો પીકનીક પર આવ્યા હતા ત્યારે બોટિંગ કરતા સમયે જ બોટ પાણીમાં પલટાઈ ગઈ અને 17 જેટલા લોકોના મોત થયા. ત્યારે હવે આ મામલે સરકાર એક્શનમાં આવી છે.

યાત્રાધામ ઓખાથી બેટ દ્વારકા સુધી લોકોને લાવતી અને લઈ જતી બે ફેરી બોટ સર્વિસના લાયસન્સ રદ કરવામાં આવ્યા છે અને આ સાથે બંને ફેરીબોટ સર્વિસને આકરો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. મોલ વિસા અને નીલ ગંગા બોટમાં લાઇફ જેકેટ ના રાખવા મામલે લાયસન્સ રદ કરવામાં આવ્યુ છે અને સાથોસાથ દંડ પણ કરાયો છે. મેરી ટાઈમ બોર્ડે નવો હુકમ ના થાય ત્યાં સુધી બંને ફેરીબોટ સર્વિસના લાયસન્સ રદ રહેશે તેવું જણાવ્યુ છે.

હરણી દુર્ઘટનાની વાત કરીએ તો, હરણી તળાવમાં બોટ પલટી મારી જતા શિક્ષકો સહિત 27 જેટલા બાળકો ડૂબ્યા હતા. બોટિંગ દરમિયાન કેપેસિટી કરતા વધુ બાળકોને બોટમાં બેસાડાયા હતા, અને તેને કારણે અચાનક બોટ પલટી મારી જતાં 23 વિદ્યાર્થી અને 4 શિક્ષકો ડૂબ્યાં હતા. આ ઘટનામાં 15 બાળકો અને 2 શિક્ષકોના મોત થયા હોવાની ખબર છે.

Shah Jina