આપણા દેશના આ 15 વર્ષના ટેણીયાએ કર્યું એવું કામ કે અમેરિકાની કંપનીએ દુનિયાભરના 1000 લોકોમાંથી પસંદગી કરીને આપી 33 લાખ રૂપિયાની નોકરી, પરંતુ….

આપણા દેશની અંદર ટેલેન્ટની કોઈ ખોટ નથી, ઘણા એવા ટેલેન્ટેડ બાળકો હોય છે જે દુનિયાભરમાં પોતાની આગવી પ્રતિભાથી પોતાનું નામ કરતા હોય છે, એવા જ એક ટેલેન્ટેડ વેદાંત દેવકાટે નામનો ભારતીય છોકરો તેની માતાના જૂના લેપટોપ પર તેના Instagram એકાઉન્ટમાંથી સ્ક્રોલ કરી રહ્યો હતો ત્યારે તેને વેબસાઇટ ડેવલપમેન્ટ સ્પર્ધાની લિંક મળી.

જેના બાદ તેને હરીફાઈમાં ભાગ લેવાનું નક્કી કર્યું અને કોડની 2000થી વધુ લાઈનો લખીને લગભગ બે દિવસમાં તેનું કાર્ય પૂર્ણ કર્યું. સૌથી સારા સમાચાર એ હતા કે તેણે હરીફાઈ જીતી લીધી અને તેની ડ્રીમ જોબ પણ તેને મળી ગઈ. વેદાંતને 33 લાખ રૂપિયા વાર્ષિક પગારની ઓફર મળી છે.

(પ્રતીકાત્મક તસવીર)

ન્યુ જર્સીની ફર્મે વેદાંત દેઓકેટને HRD ટીમમાં સ્થાન ઓફર કર્યું. તેને કામ સોમવાનું હતું અને કોર્ડનું સંચાલન કરવાનું હતું. જો કે દુર્ભાગ્યે એ રહ્યું કે વેદાંત માટે આ ઓફર પાછી ખેંચી લેવામાં આવી હતી કારણ કે પેઢીને જાણવા મળ્યું હતું કે તે માત્ર 15 વર્ષનો છે. જો કે, કંપનીએ વેદાંતને નિરાશ ન થવા માટે કહ્યું અને તેનું શિક્ષણ પૂર્ણ કર્યા પછી કંપનીનો સંપર્ક કરવા કહ્યું.

વેદાંતે animeeditor.com નામની વેબસાઈટ વિકસાવી છે, જે લોકોને યુટ્યુબ જેવા વિડીયો પર વિડીયો અપલોડ કરવાનો વિકલ્પ આપે છે, જેમાં બ્લોગ, વ્લોગ, ચેટબોટ અને વિડીયો જોવાનું પ્લેટફોર્મ સામેલ છે. વેદાંતે નારાયણ ઇ-ટેકનો, વાઠોડા ખાતેની તેની શાળામાં વિજ્ઞાન પ્રદર્શનમાં રડાર સિસ્ટમનું મોડેલ ડિઝાઇન કરીને સુવર્ણ ચંદ્રક પણ જીત્યો છે.

વેદાંતના માતા-પિતા આસિસ્ટન્ટ પ્રોફેસર છે અને તેઓ તેને લેપટોપ રાખવા દેતા નથી, તેથી તે તેના અભ્યાસ પર ધ્યાન આપે છે. હવે, જ્યારે શાળાએ તેને નોકરીની ઓફર વિશે જાણ કરી ત્યારે તેના માતાપિતા તેને નવું લેપટોપ ખરીદી રહ્યા છે. વિશ્વભરમાંથી 1000 એન્ટ્રીઓમાંથી વેદાંતની પસંદગી કરવામાં આવી હતી.

 

Niraj Patel