અક્ષય કુમારની અભિનેત્રીની દિવાળી પાર્ટીમાં અજય દેવગનની લાડલી ન્યાસાને ઓળખી ન શક્યા યુઝર્સ, કહ્યુ- સર્જરી માટે ધન્યવાદ

અજય દેવગન અને કાજોલની દીકરી ન્યાસા દેવગન બોલિવુડની ચર્ચિત સ્ટારકિડમાંની એક છે. ભલે તેણે હજુ સુધી તેનું બોલિવુડ ડેબ્યુ કર્યુ નથી પરંતુ તે ઘણી ચર્ચામાં બનેલી રહે છે. ન્યાસા અવાર નવાર તેના લુકને લઇને ચર્ચામાં રહે છે. ગત દિવસોમાં બોલિવુડમાં દીવાળીનો પાર્ટીનો દોર જબરદસ્ત જામ્યો હતો અને બધા સ્ટાર્સ એકબીજાના ઘરે પહોંચ્યા હતા.

રવિવારે રાત્રે ન્યાસા દેવગન પણ દીવાળી પાર્ટીમાં જોવા મળી હતી. જો કે, આ વખતે લોકો તેને ઓળખી શક્યા નહોતા. ન્યાસા બોલિવુડ અભિનેત્રી ભૂમિ પેડનેકરની દીવાળી પાર્ટીમાં લહેંગા ચોલીમાં પોહંચી હતી.આ પાર્ટીમાં ન્યાસા એક મિત્ર સાથે કારમાં પહોંચી હતી. જો કે, ઘણા યુઝર્સને તેને ઓળખવામાં મુશ્કેલી પડી રહી હતી.

જે તસવીરો અને વીડિયો સામે આવ્યા છે, તેમાં ન્યાસા એકદમ સ્ટનિંગ લાગી રહી છે. ન્યાસાએ નજીકમાં ઉભેલા કેમેરામેનને સંપૂર્ણપણે ટાળ્યો હતો. વીડિયોમાં તે તેના મિત્રો સાથે ડિસ્કસ કરતી જોવા મળી હતી. જો કે, ન્યાસાનો આ વીડિયો સામે આવ્યા બાદ લોકો તેને ઓળખી શક્યા નહોતા. વીડિયોમાં ન્યાસાનો લુક થોડો બદલાઈ ગયો હોય તેવું લાગી રહ્યું હતુ.

મોટાભાગના યુઝર્સ એવું કહેતા પણ જોવા મળ્યા હતા કે ન્યાસાએ તેના ચહેરા સાથે કંઈક કર્યું હશે. કેટલાકે તો એમ પણ કહ્યું કે ન્યાસાએ સર્જરી કરાવી છે. જ્યારે કેટલાક લોકો દેખાવના મામલે જાહ્નવી કપૂર સાથે તેની સરખામણી કરતા પણ જોવા મળ્યા હતા. તેના ફોટો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું ‘ચહેરામાં કંઈક ખોટું છે’.

તો બીજાએ લખ્યું, ‘તે આટલી અલગ કેમ દેખાય છે? તમે ચહેરા સાથે કંઈ કર્યું છે? જો કે કેટલાક લોકોએ ન્યાસાને જાહ્નવી કપૂર પાર્ટ 2 સુધી કહ્યું. અન્ય એક યુઝરે લખ્યું, “શું તે ન્યાસા છે ? ઓળખી ન શકાય તેવી.”, તો કોઈએ લખ્યુ “બોટોક્સ અદ્ભુત.” જ્યારે કોઈએ લખ્યું, “સર્જરી માટે ધન્યવાદ !”

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

Shah Jina