નિખિલ પહેલા એક ગેંગરેપ આરોપીના પ્રેમમાં પાગલ હતી નુસરત જહાં, આ કારણે લગ્ન થતા થતા રહી ગયા હતા

જેની પર બળાત્કારનો આરોપ હતો એ વ્યક્તિ જોડે દિવસ રાત પ્રેમમાં હતી MP નુસરત જહાં- જુઓ PHOTOS

બંગાળી અભિનેત્રી અને ટીએમસીની ચર્ચિત સાંસદ નુસરત જહાં આ દિવસોમાં તેની પ્રેગ્નેંસી અને પતિ નિખિલ જૈનથી અલગ થવાને કારણે ચર્ચામાં છે.

નુસરતે વર્ષ 2019માં બિઝનેસમેન નિખિલ જૈન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ તે માંગમાં સિંદૂર અને લાલ સાડી પહેરી સાસંદ પહોંચી તો તેમને જોઇ લોકો દંગ રહી ગયા હતા. પરંતુ હવે તેણે આ વાતનો ખુલાસો કર્યો છે કે તે પતિ સાથે રહી રહી નથી અને તેના લગ્ન પણ માન્ય નથી.

હવે આ બધા વચ્ચે એક ચોંકાવનારી ખબર સામે આવી રહી છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નિખિલ સાથે લગ્ન કર્યા પહેલા નુસરત એક ગેંગરેપ આરોપી સાથે રિલેશનશિપમાં હતી અને બંને લગ્ન કરવા પણ ઇચ્છતા હતા.

5 ફેબ્રુઆરી 2012ના રોજ કોલકાતાના પાર્ક સ્ટ્રીટ વિસ્તારમાં એક છૂટાછેડા લીધેલી મહિલા સાથે 5 યુવકોએ ગેંગરેપ કર્યો હતો અને તેને ચાલતી ગાડીથી ફેકી ફરાર થઇ ગયા હતા. જોતજોતામાં જ આ રેપ કેેસ મીડિયામાં છવાઇ ગયો.

આ કેસની તપાસ શરૂ થઇ તો પોલિસે ત્રણ આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી પરંતુ બે આરોપી ફરાર થઇ ગયા. ફરાર આરોપીઓમાં કાદર ખાન અને મોહમ્મદ અલી સામેલ હતા. કાદર ખાન ત્યારે નુસરત જહાં સાથે રિલેશનશિપમાં હતો.

નુસરત જહાં અને કાદર ખાન ગેંગરેપની ઘટનાના કેટલાક મહિના પહેલાથી જ રિલેશનશિપમાં હતા અને તેમણે એ જ વર્ષે લગ્ન કરવાનો પ્લાન બનાવ્યો. નુસરત પર આરોપ પણ લાગ્યો હતો કે બળાત્કારનો ફરાર આરોપી કાદર ખાન તેમના સંપર્કમાં હતો.

નુસરત જહાં એ આ વાત બધાથી છૂપાવી રાખી હતી. નુસરતનું આ મામલે કહેવુ હતુ કે, 5 ફેબ્રુઆરીની ઘટના બાદ તેની કાદર સાથે મુલાકાત તો થઇ પરંતુ ત્યાં સુધી તેને ખબર ન હતી કે કાદર ખાન પર બળાત્કારના આરોપ લાગ્યા છે. પોલિસ તપાસમાં ખબર પડી કે, નુસરત જહાંએ કાદર ખાનના નામે મુંબઇની એક હોટલમાં રૂમ બુક કરાવ્યો હતો

જો કે, ત્યારે નુસરતે પોલિસને કહ્યુ કે, તે બંનેની મુલાકાત થઇ રહી ન હતી. વર્ષ 2016માં કાદર ખાન અને મોહમ્મદ અલી યૂપીના ગાજિયાબાદથી પકડાયા. કાદર ખાનને પાર્ક સ્ટ્રીટ ગેંગરેપ કેસનો મુખ્ય આરોપી બનાવાયો.

મશહૂર બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ ઘણી મુશ્કેલીઓ બાદ ચૂંટણી જીતવામાં સફળતા મેળવી. મમતા બેનર્જીએ અભિનેત્રીને બસીરહાટ લોકસભા સીટથી તૃણમુલ કોંગ્રેસની ટીકીટ પર ચૂંટણી લડાવી જો કે, તેની સાથે એક મોટો વિવાદ જોડાયેલો હતો તે છત્તાં પણ તે ચૂંટણી જીતવામાં સફળ રહી.

વર્ષ 2010માં એક બ્યુટી કોન્ટેસ્ટ જીત્યા બાદ મોડલિંગ કરિયર શરૂ કરનારી નુસરત જહાંના કથિત બોયફ્રેન્ડ પર ગેંગરેપનો આરોપ હતો. આ મામલે પોલિસે નુસરતના નામે કોઇ ચાર્જશીટ ફાઇલ ના કરી અને તેને જ કારણે ટીએમસી વિરોધીઓને નુસરત પર હુમલો કરવાનો મોકો મળી ગયો.

મમતા બેનર્જીએ પાર્ક સ્ટ્રીટ રેપ કેસનો મનગઢંત બતાવ્યો અને તેને કારણે તેમની ઘણી આલોચના થઇ હતી. મમતાએ આ મામલે જોડાયેલી એક બંગાળી ફિલ્મને પણ બંધ કરી દીધી હતી. આ કેસમાં કોલકાતાની ફર્સ્ટ જોઇન્ટ કમિશ્નર દમયન્તી સેને આરોપીઓને પકડવામાં મહત્વની ભૂમિકા નીભાવી હતી, પરંતુ તેમને આ મામલે તબદલા કરાવી દેવામાં આવ્યા હતા.

તમને જણાવી દઇએ કે, નુસરત કાદર ખાન સાથે લગ્ન પણ કરવાની હતી, પરંતુ આ ગેંગરેપને કારણે સંબંધ તૂટી ગયો. આ કેસમાં નુસરતની પણ પોલિસે પૂછપરછ કરી હતી.

આ ઘટના બાદ નુસરતે એક ઇન્ટરવ્યુમાં કહ્યુ કે, આ મામલાને તે તેના જીવનનો સૌથી ખરાબ સમય માને છે. તેને એ સમયે એવુ લાગતુ કે તેનો માનસિક બળાત્કાર થઇ રહ્યો છે. જો કે, આ ઘટના બાદ નુસરતની ધરપકડ કરવાની પણ માંગ ઉઠી હતી.

ઉલ્લેખનીય છે કે, નુસરતનો વિવાદો સાથે નાતો રહ્યો છે. રાજનીતિમાં આવ્યા બાદ પણ તે ગ્લેમરસ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે, જેને કારણે તે કોન્ટ્રોવર્સીનો શિકાર થઇ. આ બધા માટે તેને ઘણી જ ટ્રોલ કરવામાં આવે છે.

હવે નુસરત તેના લગ્નને લઇને અને તેની પ્રેગ્નેંસીને લઇને ચર્ચામાં છે. ખબરો અનુસાર, નુસરત પ્રેગ્નેટ છે. આવામાં તેના પતિનું કહેવુ છે કે, તે લોકો છેલ્લા લગભગ 6 મહિનાથી સાથે રહી રહ્યા નથી તો આ બાળક તેનું કઇ રીતે હોઇ શકે.

નુસરતે હાલમાં જ તેના લગ્નને લઇને ખુલાસો કર્યો છે. તેણે આ લગ્નને અવૈદ્ય જણાવ્યા છે. તેણે કહ્યુ કે, આ લગ્ન માન્ય નથી. અને લગ્ન માન્ય નથી એટલે તલાકની તો કયાંય વાત જ આવતી નથી.

નુસરતના વર્કફ્રન્ટની વાત કરીએ તો, તેણે વર્ષ 2011માં આવેલી બંગાળી ફિલ્મ “શોત્રુ” થી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણી ફિલ્મો કરી છે અને આજે તે મશહૂર અભિનેત્રીઓમાંની એક છે. નુસરતે તેના કરિયર દરમિયાન ‘ફેયરવન મિસ કોલકાતા’નો ખિતાબ પણ જીત્યો હતો. હાલ તો નુસરત બીજેપી નેતા અને તેના કો-સ્ટાર યશ દાસ ગુપ્તા સાથે તેના રિલેશનને લઇને પણ છવાયેલી છે. યશ દાસ ગુપ્તા સાથે તેના અફેરની પણ ચર્ચા છે.

Shah Jina