વ્હાઇટ શોર્ટ્સ અને બ્લેક ટોપમાં બાઇક પર અલગ જ અંદાજમાં નીકળી પડી આ અભિનેત્રી, જુઓ તસવીરો

મુંબઇના રસ્તા પર બાઇક પર બેઠી નોરા ફતેહી, 7 PHOTOS જોઈને ફેન્સ બોલ્યા મારી બાઈક પર પણ બેસને..જુઓ PHOTOS

બોલિવુડની દિલબર ગર્લ અને શાનદાર ડાંસર નોરા ફતેહી ઘણીવાર સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોરાની ગ્લેમરસ તસવીરો અને બોલ્ડ વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા વાયરલ થતા હોય છે.

નોરા તેના બોલ્ડ અંદાજ માટે જાણિતી છે. નોરાને ઘણીવાર અનેક જગ્યાએ સ્પોટ કરવામાં આવે છે. નોરા તે દરમિયાન ખૂબ જ બોલ્ડ અને ગ્લેમરસ અવતારમાં નજરે પડતી હોય છે. પરંતુ આ વખતે નોરાને જે અંદાજમાં સ્પોટ કરવામાં આવી તે અલગ જ હતો.

મુંબઇમાં વરસાદના મોસમમાં મજા લેવા માટે દિલબર ગર્લ નોરા ફતેહી બાઇક પર અલગ જ અંદાજમાં નીકળી હતી. નોરા વર્સોવામાં બાઇક પર જોવા મળી હતી અને તેણે આ શાનદાર રાઇડને ઘણી એન્જોય કરી હતી.

Image source

નોરા ફતેહીને બાઇક પર ઓળખવી મુશ્કેલતી. નોરા વ્હાઇટ શોર્ટ્સ અને બ્લેક ટોપમાં જોવા મળી હતી. તેણે આ સાથે માસ્ક કેરી કર્યુ હતુ.

Image source

નોરાએ આ લુક સાથે તેના વાળને ખુલ્લ રાખ્યા હતા અને તેણે હાથમાં બેગ કેરી કર્યુ હતુ. તેણે આ દરમિયાન સ્નીકર્સ કેરી કર્યા હતા. તમને જણાવી દઇએ કે, નોરાની આ રાઇડ ઘણી ચર્ચામાં રહી હતી. નોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

Image source

હાલમાં જ નોરા “ડાંસ દીવાને 3″ના સેટ પર ગેસ્ટ બનીને પહોંચી હતી. જયાં શોની જજ અને બોલિવુડની ધક ધક ગર્લ માધુરી દીક્ષિતે જણાવ્યુ હતુ કે તેની કેટલી મોટી ફેન ફોલોઇંગ છે. આ શો દરમિયાન નોરાએ ઘણુ મનોરંજન કર્યુ હતુ. જેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

Image source

નોરા આજે બોલિવુડમાં શાનદાર ડાંસર તરીકે જાણિતી છે. ફિલ્મ “રોર : ટાઇગર ઓફ ધ સુંદરબન્સ”થી બોલિવુડમાં એન્ટ્રી કર્યા બાદ નોરાએ ઘણી ફિલ્મોમાં આઇટમ સોન્ગ કર્યા છે.

“સત્યમેવ જયતે”ના દિલબર ગીત બાદથી નોરાની પોપ્યુલારિટી તો તેજી સાથે વધતી જઇ રહી છે. તેણે ઘણી ફિલ્મોમાં તેના શાનદાર ડાંસના જલવા બતાવ્યા છે. નોરા બોલિવુડ ડાંસ ઉપરાંત બેલી ડાંસમાં પણ ખૂબ માહિર છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina