ખબર

જાણો એવું તો શું છે ખાસ નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટરમાં કે આખા દેશમાં થઇ રહી છે તેની ચર્ચાઓ ? મોટા મોટા દિગ્ગજો પણ આવ્યા ઉદ્દઘાટનમાં

રામ નવમીના પાવન અવસર પર વિધિવત રીતે પૂજા કર્યા બાદ શરૂ થયું નીતા મુકેશ અંબાણી કલચરલ સેન્ટર, જુઓ અંદરની ખાસ તસવીરો અને વિશેષતા.

અંબાણી પરિવારનો ભારતીય કલા અને સંસ્કૃતિ પ્રત્યેનો પ્રેમ જાણીતો છે, તેથી હવે તેઓએ એક એવી જગ્યા બનાવી છે જે કલા પ્રેમીઓ અને કલાકારોને તેમની કુશળતા દર્શાવવાની તક આપશે. પરિવાર ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ નું હાલમાં જ ભવ્ય ઉદ્દઘાટન થયું. જેની ઘણી બધી તસીવરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

આ સાંસ્કૃતિક કેન્દ્ર હવે ભારતીય સંસ્કૃતિ અને કલાને નવા રંગમાં પ્રદર્શિત કરશે. ઉદ્ઘાટન પ્રસંગે અહીં 3 દિવસ માટે બ્લોકબસ્ટર શોનું આયોજન કરવામાં આવ્યું. અંબાણી પરિવારની સાથે-સાથે દેશ-વિદેશના કલાકારો, બોલિવૂડ અને હોલીવુડના સ્ટાર્સ અને રાજનીતિ સાથે જોડાયેલી હસ્તીઓ આ ઉદ્ઘાટનમાં ભાગ લઈ રહી છે.

સાંસ્કૃતિક કેન્દ્રના ઉદઘાટનના એક દિવસ પહેલા ગુરુવારે રામનવમીના દિવસે જ નીતા અંબાણી અહીં પહોંચ્યા અને વિધિવત પ્રાર્થના કરી. આ પ્રસંગે નીતા અંબાણીએ કહ્યું કે અમે એક એવી જગ્યા બનાવવા માંગીએ છીએ જ્યાં આપણો સાંસ્કૃતિક વારસો ખીલી શકે અને આગળ વધી શકે.

મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને ભારતીય કલા અને નૃત્ય (ખાસ કરીને ભરતનાટ્યમ) પ્રત્યે ખૂબ લગાવ છે. તે એક પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે અને છ વર્ષની ઉંમરથી તેની સાથે સંકળાયેલી છે. આ લગાવને કારણે તેમણે આ કલ્ચરલ સેંટરનો પાયો નાખ્યો. તેમના માટે કલ્ચરલ સેંટરનો ઉદ્દેશ્ય ભારતીય કલાને જાળવવાનો અને પ્રોત્સાહન આપવાનો છે.

NMACC એક એવું પ્લેટફોર્મ હશે જે ભારત અને વિશ્વભરના સમુદાયોને એકસાથે લાવીને પ્રતિભાને પ્રોત્સાહિત કરવાનું કામ કરશે. નીતા અંબાણીએ આ સાંસ્કૃતિક કેન્દ્રના ઉદ્ઘાટનની પૂર્વ સંધ્યાએ પરંપરાગત રીતે રામ નવમીની પૂજા કરી હતી. જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

NMACCમાં 16,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું ચાર માળનું આર્ટ હાઉસ બનાવવામાં આવ્યું છે. તેમાં એક્ઝિબિશન અને ત્રણ થિયેટર છે. આ બધામાં એડવાન્સ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાંનું સૌથી મોટું 2,000 સીટનું ગ્રાન્ડ થિયેટર હશે, જેમાં 8,400 સ્વારોવસ્કી સ્ફટિકો સાથે અદભૂત કમળ-થીમ આધારિત ઝુમ્મરનો સમાવેશ થશે. તેમાં નાના પ્રદર્શનો અને ઇવેન્ટ્સ માટે 250-સીટનું સ્ટુડિયો થિયેટર અને 125-સીટનું ધ ક્યુબ શામેલ છે.