પત્ની વિરૂદ્ધ પોલિસ સ્ટેશન પહોંચ્યા ‘મહાભારત’ના કૃષ્ણ, જાણો કેમ પોલિસ સ્ટેશન પહોંચ્યા ‘મહાભારત’ના કૃષ્ણ
દેશના ખૂબ જ પ્રસિદ્ધ અને ચર્ચિત ધારાવાહિક મહાભારતમાં કૃષ્ણનું પાત્ર નિભાવી ચૂકેલ નિતીશ ભારદ્વાજ આ દિવસોમાં ઘરેલુ મામલામાં ઉલજાયેલા છે. નિતીશ ભારદ્વાજ ઘણા પરેશાન છે અને તેમને પરેશાનીનો હલ નીકાળવા કાનૂનો સહારો પણ લેવો પડી રહ્યો છે. અભિનેતાનો દાવો છે કે તેની પત્ની તેને તેની પુત્રીઓને મળવા દેતી નથી.
નિતીશ ભારદ્વાજે કરી IAS પત્ની વિરુદ્ધ ફરિયાદ
નીતીશ ભારદ્વાજે ભોપાલ પોલીસ કમિશનરને મેઇલ દ્વારા લેટર લખી મધ્યપ્રદેશ કેડરના IAS અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી છે. આ IAS ઓફિસર બીજું કોઈ નહીં પણ તેની પત્ની છે. હકીકતમાં નીતીશ ભારદ્વાજ અને તેમની પત્ની વચ્ચે ફેમિલી કોર્ટમાં કેસ પેન્ડિંગ છે. તાજેતરના કિસ્સામાં, તેણે પોલીસ કમિશનરને એક પત્ર લખીને જણાવ્યું છે કે વર્ષ 2009માં મધ્યપ્રદેશ કેડરની IAS અધિકારી સ્મિતા ભારદ્વાજ સાથેના લગ્ન પછી તેને બે જોડિયા પુત્રીઓ છે જે લગભગ 11 વર્ષની છે, પરંતુ પત્ની પુત્રીઓને મળવાની મંજૂરી નથી આપતી.
4 વર્ષથી દીકરીઓ સાથે વાત પણ કરી નથી
રીપોર્ટ્સ અનુસાર, નીતિશ ભારદ્વાજે ફરિયાદ કરી છે કે તેમની પત્ની તેમને તેમની પુત્રીઓને મળવા દેતી નથી, જ્યારે ફેમિલી કોર્ટ દ્વારા તેમને તેમની પુત્રીઓને મળવાની મંજૂરી આપવામાં આવી છે. તેણે 4 વર્ષથી દીકરીઓ સાથે વાત પણ કરી નથી. પત્નીએ તેને જાણ કર્યા વિના જ છોકરીઓને બોર્ડિંગ સ્કૂલમાંથી કાઢીને અજાણી જગ્યાએ મોકલી દીધી. આ પછી ભોપાલ પોલીસ કમિશનરે આ હાઈપ્રોફાઈલ કેસની તપાસ એડિશનલ સીપી ઝોન 3 શાલિની દીક્ષિતને સોંપી છે.
‘મહાભારત’માં શ્રી કૃષ્ણના રોલને કારણે ઓળખ મળી
નિતીશ ભારદ્વાજની પત્ની સ્મિતા કલ્યાણ વિભાગમાં અધિક સચિવ છે. નીતીશ ભારદ્વાજને સિરિયલ ‘મહાભારત’માં શ્રી કૃષ્ણના રોલને કારણે ઓળખ મળી હતી. વર્ષ 1996માં તેઓ જમશેદપુર બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને જીત્યા, પરંતુ 1999માં તેઓ મધ્ય પ્રદેશની રાજગઢ લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી લડ્યા અને તેમને હારનો સામનો કરવો પડ્યો. હવે અભિનેતા લાંબા સમયથી પડદાથી દૂર છે.