ગરીબોના મસીહા ખજુરભાઈ પહોંચ્યા ચાહકોની વચ્ચે હોળી રમવા, પત્ની મીનાક્ષી પણ જોવા મળી સાથે, જુઓ શાનદાર તસવીરો અને વીડિયો

હોળીના રંગમાં રંગાયા ખજુરભાઈ અને મીનાક્ષી ભાભી, તસવીરો થઇ વાયરલ, સેંકડો ચાહકોને પણ નીતિન જાનીએ રંગ્યા, જુઓ વીડિયો

Nitin Jani celebrated Holi : નીતિન જાની ઉર્ફે ખજુરભાઈના ચાહકો આજે દુનિયાભરમાં ફેલાયેલા છે. ગુજરાતમાં તેમને જે ગરીબ અને અસહાય લોકો માટે જે કામો કર્યા છે તેને લઈને ગુજરાતીઓના દિલમાં તેમનું સ્થાન ખુબ જ વધી ગયું છે. આજે ગુજરાતીઓ તેમને ગરીબોના મસીહા તરીકે પણ ઓળખે છે. તેમને ઘણા બધા લોકોને રોજગાર પૂરો પાડ્યો છે અને ઘણા બધા લોકોના ઘર પણ બનાવ્યા છે.

ખજુરભાઈએ થોડા સમય પહેલા જ મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યા હતા, લગ્ન બાદ આ જોડીને પણ લોકો રામ સીતાની જોડી ગણાવી રહ્યા છે અને મીનાક્ષી પણ સોશિયલ મીડિયામાં ખુબ જ ફેમસ બની ગયા છે. ત્યારે મીનાક્ષી પણ ખજુરભાઈ સાથેની તસવીરો અને વીડિયોને અવાર નવાર શેર કરતા રહે છે જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરતા હોય છે.

હાલમાં જ હોળીનો તહેવાર પૂર્ણ થયો અને ખજુરભાઈએ પણ આ તહેવારને ખુબ જ શાનદાર રીતે ઉજવ્યો હતો, જેની તસવીરો અને વીડિયો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યા છે. આ વીડિયો અને તસ્વીરોમાં નીતિન જાની તેમની ધર્મપત્ની મીનાક્ષી દવે સાથે જોવા મળી રહ્યા છે.

મીનાક્ષી દવે દ્વારા શેર કરવામાં આવેલી તસવીરોમાં નીતિન જાની અને મીનાક્ષી દવે હોળીના રંગોથી રંગાયેલા જોવા મળી રહ્યા છે. આ સાથે તેમના કેટલાક મિત્રો પણ હોળી રમતા જોવા મળી રહ્યા છે. નીતિનભાઈ અને મીનાક્ષી બંનેના ચહેરા પર રંગો લાગેલા જોઈ શકાય છે. આ સાથે જ બંને કેમેરા સામે પોઝ પણ આપતા જોવા મળી રહ્યા છે.

તો સામે આવેલા વીડિયોમાં નીતિન જાની સુરતમાં હોળીની ઉજવણી કરવા પહોંચેલા જોઈ શકાય છે. જ્યાં તેમના ઘણા બધા ચાહકો સાથે તે હોળીની ઉજવણી કરે છે. આ દરમિયાન પણ તેમની પત્ની મીનાક્ષી દવે તેમની સાથે જ છે.

નીતિન જાની ચાહકો પર સૂકા રંગો ઉછાળે છે, પાણીના ગુબ્બારા પણ મારે છે અને ચાહકોને પણ રંગતા જોવા મળી રહ્યા છે. સાથે જ તેમના ચાહકો તેમની સાથે સેલ્ફી લેતા પણ જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Tarun Jani (Lala Bhai) (@tarun.jani)

નીતિન જાની સાથે તેમના પત્ની ઉપરાંત હંમેશા તેમની સાથે રહેતા તેમના ભાઈ તરુણ જાની પણ જોવા મળી રહ્યા છે. બંને ભાઈઓ હોળીની શાનદાર ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by meenakshi dave (@meenakshi_dave_)

Niraj Patel