મા છોડીને ચાલી ગઈ, પછી ખજુરભાઈએ બે બાળકોના માથે છત આપવા માટે સતત 10 દિવસ સુધી એવી મહેનત કરી કે… જુઓ વીડિયો

નીતિન જાનીએ ફરી એકવાર મહેકાવી માનવતા, દીકરા દીકરી માટે બનાવ્યું એવું સુંદર મજાનું ઘર કે ગામના લોકોએ વાજતે ગાજતે કર્યું સ્વાગત, જુઓ વીડિયો

Nitin Jani built a NEW house :ગુજરાતમાં ગરીબોના મસીહા બની ચૂકેલા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની (nitin jani) ના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. ખજુરભાઈ પોતાના સેવાકીય કાર્યો દ્વારા ગુજરાતના દરેક ગામ, દરેક શહેર અને દરેક ઘરમાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે અને આજે દરેક ગુજરાતીઓ નીતિનભાઈનું નામ ખુબ જ આદર સાથે લેતા હોય છે.

ખજુરભાઈ પોતાના સેવાકીય કાર્યોની ઝલક તેમના સોશિયલ મીડિયામાં પણ શેર કરતા હોય છે અને તેમના વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થતા હોય છે. ત્યારે હાલ તેમનો એક વધુ એક વીડિયો લોકોના દિલ જીતી રહ્યો છે અને લોકો પણ આ વીડિયોમાં પોતાના પ્રતિસાદ આપીને ખજુભાઈના આ કાર્યને વખાણતા જોવા મળી રહ્યા છે.

સામે આવેલા વીડિયોમાં ખજુરભાઈએ બે સંતાનો માટે ઘર બનાવ્યું છે. વીડિયોના કેપશનમાં જ તેમને જણાવ્યું છે કે, “મા છોડીને ચાલી ગઈ, આજે તેમનું ઘર બનાવી દીધું.” વીડિયોની અંદર ખજુરભાઈ આખા જ ઘરનો નજારો બતાવતા જોવા મળી રહ્યા છે. સાથે જ ગામમાં તેમનું ધામધૂમથી સ્વાગત થતું પણ જોવા મળી રહ્યું છે.

વીડિયોમાં નીતિનભાઈ ઘરની બહારનો ગેટ, બ્લોક, ટોયલેટ બાથરૂમ, હોલ, કિચન બતાવતા જોવા મળી રહ્યા છે. આ ઉપરાંત તેમને આ પરિવાર માટે રોજગાર પણ ઉભો કર્યો છે. તેમને ઘરની બાજુમાં જ દુકાન પણ બનાવી છે. જેમાં આ પરિવારના વડા ધંધો પણ કરી શકે. દુકાનનો બધો જ સમાન પણ તેમને ભર્યો છે.

વીડિયોની શરૂઆતમાં જોવા મળી રહ્યું છે કે ખજુરભાઈને ગામના લોકો હાર પહેરાવીને તેમનું સ્વાગત કરી રહ્યા છે. સાથે જ ઘણા લોકો તેમને પગે પણ લાગી રહ્યા છે. જેના બાદ ઢોલ વગાડતા વગાડતા તેઓ ઘર સુધી પહોંચે છે અને પછી બંને દીકરા દીકરી અને તેના પપ્પા સાથે મળીને ઘરની પૂજા કરતા જોવા મળી રહ્યા છે.

વીડિયોમાં ખજુરભાઈ એમ પણ કહી રહ્યા છે કે તેમના આ ઘર ફક્ત 10 જ દિવસમાં તૈયાર કરી દીધું, ત્યારે આ વીડિયોને લાખો લોકો જોઈ ચુક્યા છે અને ખજુરભાઈના આ કામના વખાણ કર્યા છે. સાથે જ ઘણા લોકો નીતિન જાનીને રિયલ હીરો પણ કહી રહ્યા છે. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા જ ખજુરભાઈ કેદારનાથના દર્શન કરીને આવ્યા અને પછી તરત આ શુભ કાર્ય તેમને કર્યું છે.

Niraj Patel