વાહ ભગવાને ખુબ સુંદર જોડી બનાવી છે બંનેની, નવી તસવીરોએ જીત્યા ચાહકોના દિલ, જુઓ
નીતિન જાની આજે ગુજરાતનું ખુબ જ મોટું નામ બની ગયા છે. ભલે તેમણે તેમના કરિયરની શરૂઆત કોમેડી વીડિયો દ્વારા કરી હોય પરંતુ આજે આખું ગુજરાત તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખે છે. તેની પાછળનું કારણ છે ખજુરભાઈએ કરેલા સેવાકીય કાર્યો. તેમણે અત્યાર સુધી ઘણા બધા લોકોને રોજગાર આપ્યો છે અને ઘણા બધા લોકોને પાક્કા ઘર પણ બનાવી આપ્યા છે.
ખજુરભાઈને સોશિયલ મીડિયા પર પણ લાખો લોકો ફોલો કરે છે અને તેમના કામ અને તેમના જીવન વિશેની માહિતી પણ ખજુરભાઈ સોશિયલ મીડિયા દ્વારા સતત શેર કરતા રહે છે. ત્યારે આપણે બધા જ જાણીએ છીએ કે થોડા દિવસ પહેલા જ ખજુરભાઈ સગાઈના બંધનમાં બંધાયા છે અને તેની તસવીર પણ તેમણે પોતાના સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
નીતિન જાનીની સગાઈ બાદ ચાહકો હવે તેમની થવાવાળી ધર્મપત્ની મીનાક્ષી દવેના સોશિયલ મીડિયા પર પણ નજર રાખતા હોય છે. મીનાક્ષી પણ હવે સોશિયલ મીડિયામાં ખુબ જ મોટું નામ બની ગઈ છે. તેની તસવીરોને પણ ચાહકો ખુબ જ પ્રેમ આપતા હોય છે. ત્યારે હાલમાં જ મીનાક્ષીએ ખજુરભાઈ સાથેની કેટલીક તસવીરો શેર કરી છે.
મીનાક્ષી દવે દ્વારા સોશિયલ મીડિયામાં કેટલીક તસવીરો શેર કરવામાં આવી છે જેમાં તે ટ્રેડિશનલ લુકમાં નજર આવી રહી છે. મીનાક્ષીએ ચાર તસવીરો શેર કરી છે જેમાં બેમાં તે ટ્રેડિશનલ લુકમાં અલગ અલગ પોઝ આપી રહી છે તો બે તસવીરોમાં તે પોતાના થનારા ભરથાર નીતિન જાની સાથે પોઝ આપતી નજર આવી રહી છે.
સામે આવેલી તસવીરોમાં મીનાક્ષી દવે પર્પલ રંગના ટ્રેડિશનલ લુકમાં ખુબ જ સુંદર લાગી રહી છે, તો નીતિન જાની પણ શેરવાનીમાં કોઈ રાજકુમારથી કમ નથી લાગી રહ્યા. આ તસવીરો પર હવે ચાહકો ખુબ જ કોમેન્ટ કરી રહ્યા છે અને આ જોડીને ભરપૂર પ્રસંશા પણ કરતા જોવા મળે છે. ઘણા બધા લોકોએ કોમેન્ટ કરીને આ જોડીને કોઈની નજર ના લાગે એમ પણ કહ્યું છે.
તમને જણાવી દઈએ કે નીતિન જાની અને મીનાક્ષી દવેના લવ મેરેજ નથી પરંતુ અરેન્જ મેરેજ થવાના છે. જેના વિશે મીનાક્ષી દવેએ એક ઇન્ટરવ્યૂમાં વાત કરી હતી. મંદિરમાં નીતિન જાની અને મીનાક્ષીના પરિવારની મુલાકાત દર્શન દરમિયાન થઇ હતી અને ત્યાં જ નીતિનભાઈની માતાને મીનાક્ષી ખુબ જ પસંદ આવી અને લગ્ન માટે માંગુ નાખ્યું હતું.
મીનાક્ષી પણ સામાન્ય ચાહકોની જેમ જ ખજુરભાઈની એક ચાહક હતી અને તે પણ તેમના વીડિયો જોતી હતી. મીનાક્ષી દવેએ પહેલીવાર ખજુરભાઈને ત્યારે જોયા હતા જયારે મીનાક્ષી દવેના ગામમાં તે એક માજીનું ઘર બનાવવા આવ્યા હતા, ત્યારે તેમને સામાન્ય ચાહકોની જેમ જ નીતિન જાની સાથે સેલ્ફી પણ લીધી હતી અને ત્યારે તેને સપનામાં પણ ખબર નહોતી કે તે એક દિવસ નીતિન જાનીના ઘરમાં કંકુ પગલાં પાડશે.