...
   

નવરાત્રીમાં અનોખા અંદાજમાં ગરબા રમતા નજર આવ્યા નીતા અંબાણી, વાયરલ વીડિયો જોઈને યુઝર્સ પણ કરવા લાગ્યા વાહ વાહ

નવરાત્રી એ ગુજરાતીઓનો મનગમતો તહેવાર છે, અને આ દરમિયાન વિશ્વના કોઈપણ ખૂણામાં રહેલો ગુજરાતી ગરબા તો અચૂક રમે છે. ઇન્ટરનેટ ઉપર ગરબાના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે. ત્યારે આ દરમિયાન સેલેબ્સ પણ નવરાત્રીનો આનંદ માણે છે અને તે પણ ગરબા રમવાથી પોતાની જાતને રોકી શકતા નથી. ત્યારે જો વાત મૂળ ગુજરાતના અને દેશના સૌથી ધનવાન પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારની વહુઓની કરવામાં આવે તો તેઓ કેવી રીતે પોતાની જાતને ગરબા રમતા રોકી શકે ?

ત્યારે હાલ ઇન્ટરનેટ ઉપર નીતા અંબાણીનો ગરબા રમતો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. નીતા અંબાણી ભારતના ધનિક ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની પત્ની છે. જ્યારે મુકેશ અંબાણી તેમના કામ અને વ્યવસાયને લઈને ચર્ચામાં રહે છે, ત્યારે નીતા અંબાણી તેમની ફેશન, સ્ટાઈલ અને જાહેર દેખાવ માટે હેડલાઈન્સ બનાવે છે. નીતા અંબાણી ગુજરાતી પરિવારમાંથી આવે છે. તેથી જ ગરબા અને તેમની વચ્ચે ઊંડો સંબંધ છે. મુંબઈ આવ્યા પછી પણ તેમનો ગરબા કરવાનો શોખ ગયો નથી.

નવરાત્રીના પવિત્ર દિવસોમાં ગરબાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. નીતા અંબાણીનો ગરબા કરતો એક વીડિયો પણ આ દિવસોમાં ઘણો હિટ બન્યો છે. જો કે આ વીડિયો આ વર્ષનો નથી પણ જૂનો છે. આ વીડિયોમાં નીતા અંબાણી કેટલીક મહિલાઓ સાથે સ્ટેજ પર હાથ વડે ગરબા રમતી જોવા મળી રહી છે. આ દરમિયાન તેણે લાલ સાડી પહેરી છે. તેમાં તેઓ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યા છે.

નીતા અંબાણી ગરબાના તમામ સ્ટેપ ખૂબ જ સારી રીતે કરે છે. તેમને જોવા એ હૃદયસ્પર્શી છે. તેમને વારંવાર જોવાનું ગમે છે. તમને જણાવી દઈએ કે નીતા અંબાણી પ્રોફેશનલ કથક ડાન્સર પણ રહી ચુક્યા છે. તેમની નૃત્ય કુશળતાથી પ્રભાવિત થઈને, ધીરુભાઈ અને કોકિલાબેન અંબાણીએ તેમને મુકેશની પત્ની અને પુત્રવધૂ તરીકે પસંદ કરી.

નીતા અંબાણીને ગરબા કરતા જોઈને લોકો ખૂબ જ ખુશ થઈ રહ્યા છે. કોમેન્ટ વિભાગમાં તેમના વખાણ થઈ રહ્યા છે. એક યુઝરે કહ્યું, ‘ખૂબ સુંદર પ્રસ્તુતિ’. ખૂબ જ સરસ.’ અન્ય એક કહે છે ‘નીતા અંબાણી આ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. ભગવાન એમને આમ જ ખુશ રાખે.. બસ આ જ રીતે વખાણમાં બીજી ઘણી કોમેન્ટ આવવા લાગી.

Niraj Patel