દીકરા માટે મા નીતાનો પ્રેમ છલકાયો: કહ્યું કે તને અમારા માટે ભગવાને મોકલ્યો છે. ફક્ત પ્રાણી નહિ પણ હિન્દુ ગ્રંથો અને વેદ વિશે….

છેલ્લા બે દિવસ જામનગરમાં ચાલતા અનંતના પ્રિ વેડિંગ ફંકશનમાં દેશ-વિદેશની મોટી મોટી હસ્તીઓ આવી ચુકી છે. પહેલા દિવસે ઉપસ્થિત મહેમાનોને નીતા અંબાણી આવકાર્યા હતા. મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણીએ અનંત, રાધિકાને લઈ વાત કરી હતી.

સાથે અનંત અંબાણીના જામનગર પ્રત્યેના લગાવને લઈ ખાસ વાત કરતા કહ્યું હતું કે,અનંત જ્યારે નાનો હતો ત્યારે મમ્મી-પપ્પા બોલતા પહેલા જામનગર શબ્દ બોલ્યો હતો. જામનગર અમારા માટે ઘર જ નહીં પણ સ્વર્ગ છે.

નીતા અંબાણીએ સ્પીચમાં બોલ્યા છે કે, જ્યારે હું રાધિકા મર્ચન્ટને પહેલીવાર મળી ત્યારે મને ખબર પડી ગઈ હતી કે અનંતને તેનો પ્રેમ, પરફેક્ટ સાથી મળી ગયો છે. સાથે મને બીજી દીકરી મળી ગઈ. જેની સાથે હું મારો ડાન્સ અને મારા દીકરાનો પ્રેમ વહેચી શકું. રાધિકા, અમે તને અંબાણી પરિવારની દીકરી તરીકે ખુલ્લા હાથે અમારા દિલમાં આવકારીએ છીએ.

તું ફક્ત અનંતની પત્ની નથી પણ અમારી વ્હાલી દીકરી, બહેન, માસી, કાકી, મામી બની બધાના જીવનમાં પ્રકાશ પાઠર્યો છે. વધુમાં નીતા અંબાણીએ કહ્યું છે કે, અનંત, તને અમારા બધા માટે ભગવાને મોકલ્યો છે. તારા માટે મારુ દિલ, લવ અને પ્રાઉડથી હંમેશા છલકાય છે. તું સૌથી નાનો છે, પણ તારું દિલ બધા કરતા મોટું છે. તું બહુ જ દયાળુ છે, પણ તારો સંકલ્પ સૌથી દૃઢ છે.

તું નોલેજનો એનસાયક્લોપીડિયા છે. જ્યારે અમે ‘વનતારા’ બનાવતા હતા, ત્યારે અમને પૂરી ખબર નહોતી કે કેવી રીતે બનાવવું. અનંતે પૂરું રિસર્ચ કર્યું, ડિટેલ્સ મેળવી, CAT-CAM શીખ્યો અને તેણે એકલાએ આખું સ્ટ્રક્ચર ઊભું કર્યું. જે તમે બધા જોશો અને ખાલી એનિમલ્સ જ નહીં, હિન્દુ ગ્રંથો અને વેદ વિશેનું તેનું નોલેજ મને સતત ઘણું શીખવાડે છે.

તે ફક્ત વાંચવાખાતર નથી વાંચતો, તેને જીવનમાં પણ ઉતારે છે અને તેની સાથે જીવે છે. અનંત જિંદગી પાસેથી એટલું બધુ શીખ્યો છે કે જેટલું પુસ્તકો અને સ્કૂલ કદાચ ક્યારેય શીખવાડી ન શકે. તેના નમ્ર વર્તનની પાછળ તેની સ્ટ્રોંગ ઈચ્છાઓ છુપાયેલી છે. તેના જુસ્સા પાછળ તેની ધીરજ અને મહેનત રહેલા છે.

YC