Nita Ambani at Dwarkadhish : દેશના અગ્રણી ઉદ્યપોગપતિ મુકેશ અંબાણીના ઘરમાં હાલ ખુશીઓના પ્રસંગો ચાલી રહ્યા છે, જેનો એક ભાગ હાલ પૂર્ણ થયો. જામનગરમાં મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રિ વેડિંગ સેરેમની ખુબ જ ધામધૂમથી ઉજવવામાં આવી હતી, જેમાં દેશ અને દુનિયાના મોટા મોટા દિગ્ગજો પણ હાજર રહ્યા હતા. ત્યારે જામનગરના ચોરવાડમાં પણ ભવ્ય ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો.
ત્યારે આ બધા જ કાર્યક્રમો પૂર્ણ થયા બાદ હવે નીતા અંબાણી દ્વારિકાધીશનો આભાર માનવા માટે જગતમંદિરમાં પહોંચ્યા હતા. નીતા અંબાણી ગતરોજ સાંજે ઠાકોરજીના ઉત્થાપન સમયે જગતમંદિરમાં દર્શન કરવા માટે પધાર્યા હતા. જ્યાં મ,અન્દીરના પૂજારી દ્વારા નીતા અંબાણીને દ્વારિકાધીશની પાદૂકાનું પૂજન કરાવ્યું હતું અને ત્યારબાદ નીતા અંબાણીએ ઠાકોરજીના દર્શન કરીને ધન્યતા પણ અનુભવી હતી.
નીતા અંબાણીએ પોતાના ઘરનો પ્રસંગ સુખદ રીતે પૂર્ણ થયો એ માટે દ્વારિકાધીશનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. જેના બાદ નીતા અંબાણીએ શારદામઠમાં ચાલતાં શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં હાજરી આપી હતી અને વ્યાસસ્થાનેથી બ્રહ્મચારી નારાયણાનંદજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા. નીતા અંબાણી પોતાના ઘરનો પ્રસંગ શાંતિથી પૂર્ણ થવાના કારણે ઈશ્વરનો આભાર માનવા જગતમંદિરની મુલાકાત લીધી.
તમને જણાવી દઈએ કે અંબાણી પરિવારની ઈશ્વરમાં ખુબ જ આસ્થા છે અને દસ દિવસ પહેલા મુકેશ અંબાણી પણ ઠાકોરજીના દર્શન કરવા માટે દ્વારિકા જગતમંદિર આવી પહોંચ્યા હતા. તેમને પણ ઉથાપન સમયે ઠાકોરજીના દર્શનનો લ્હાવો લીધો હતો. તેમના માટે ખાસ લાલ કાર્પેટ પણ પાથરવામાં આવી હતી અને મુકેશ અંબાણીએ ઠાકોરજીના ચરણોમાં શીશ નમાવી આશીર્વાદ લીધા અને દ્વારિકાધીશના બાલાજી સ્વરૂપમાં છપ્પનભોગ મનોરથ પણ ધરાવ્યો હતો.